Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 9ગણિતસંખ્યા પધ્ધતિ3 Marks
Question
$ \sqrt{5} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
✓
Answer
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંખ્યા રેખા $x\ ' ox$ રચો અને તેના પર $O$ બિંદુ નક્કી કરો.
$(2)$ બિંદુ $0$ થી $1$ એકમ $= 1$ સેમી થાય તેવું બિંદુ $A$ નક્કી કરો
અને $A$ થી $1$ એકમ $= 1$ સેમી થાય તેવું બિંદુ $B$ નક્કી કરો.
આમ,સંખ્યા રેખા $x$ પર $OB = 2$ એકમ થશે.
$(3)$ સંખ્યા રેખા પર બિંદુ $B$ થી લંબદ્વિભાજક કિરણ $BQ $ દોરો.
$[B$ ને કેન્દ્ર ગણી અનુકુળ ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર બે ચાપ દોરો જે અનુક્રમે $P$ અને $P\ '$ માં છેદે છે.
$P$ અને $P\ '$ ને કેન્દ્ર ગણી સંખ્યા રેખાના ઉપરના અર્ધતલમાં બે ચાપ દોરો જે પરસ્પર બિંદુ $Q$ માં છેદે છે.
$[$કિરણ $BQ$ એ લંબદ્વિભાજક તૈયાર થશે.$]$
$(4)$કિરણ $BQ$ પર $1$ એકમ $= 1 $ સેમી થાય તેવું બિંદુ $C$ નક્કી કરો. રેખાખંડ $OC$ રચો.
$ m \angle O B C = 90$ થશે. રેખાખંડ $OC$ કર્ણ થશે.
$(5)$ પાયથાગોરસનાં પ્રમેય મુજબ $OC ^2= OB ^2+ BC ^2$
$=(2)^2+(1)^2$
$ =2^2+1^2$
$ =4+1$
$ OC ^2 =5$
$\therefore OC =\sqrt{5}$
$(6) \ 0$ ને કેન્દ્ર ગણી $OC = \sqrt{5} $ લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો જે સંખ્યારેખાને જ્યાં છેદે ત્યાં $D$ નામ આપો.
આમ, $OC = OD = \sqrt{5} $ તેથી સંખ્યા રેખા પર બિંદુ $D$ એ $ \sqrt{5} $ નો નિર્દેશ કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.