Question
સ્થાનીય સરેરાશો સમજાવો.

Answer

  • આપેલી માહિતીના અવલોકનોને તેમની કિંમત અનુસાર ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતી અવલોકનનો ઉપયોગ કરીને શોધવામાં આવતી સરેરાશોને સ્થાનીય સરેરાશો કહે છે.
  • સ્થાનીય સરેરાશના માપ :
  • સ્થાનીય સરેરાશના માપો નીચે પ્રમાણે છે.
$(1)$ મધ્યસ્થ :
  • આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં તેના મધ્યમાં આવતાં અવલોકનની કિંમતના મધ્યસ્થ કહેવામાં આવે છે.
  • તેને સંકેતમાં $‘M'$ વડે દર્શાવવામાં આવે છે.
  • જયાં $M = ( \left.\frac{n+1}{2}\right)$ મા અવલોકનની કિંમત, આપેલી માહિતીમાં $50 %$ અવલોકનોની કિંમત મધ્યસ્થથી વધુ અને $50 %$
  • અવલોકનો મધ્યસ્થથી ઓછી કિંમત ધરાવતા હોય છે.
$(2)$ ચતુર્થકો :
  • આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં માહિતીના ચાર સરખાં ભાગ કરતાં અવલોકનોની કિંમતોને ચતુર્થકો કહેવામાં આવે છે.
  • ચતુર્થકો ત્રણ હોય છે.
  • તેને સંકેતમાં $Q_1, Q_2$, અને $Q_3$ વડે દર્શાવવામાં આવે છે.
  • જયાં, $Q_j=j\left(\frac{n+1}{2}\right)$ મા અવલોકનની કિંમત. જ્યાં $j = 1, 2, 3$
  • યાદ રાખો : $Q_2=M$ તેમજ $Q_1 \leq Q_2 \leq Q_3$ થાય.
  • આપેલી માહિતી ક્રમમાં ગોઠવતાં $25 %$ અવલોકનો $Q_1$ થી નાના ક $Q_1$ જેટલા હોય છે.
  • માહિતીના $50 %$ અવલોકનો $Q_2$ થી નાના કે $Q_2$ જેટલા હોય છે.
  • જયારે માહિતીના $75 %$ અવલોકનો $Q_3$ થી નાના કે $Q_3$ જેટલા હોય છે.
$(3)$ દશાંશકો :
  • આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં માહિતીના દસ સરખા ભાગ કરતાં અવલોકનોની કિંમતોને દશાંશકો કહેવામાં આવે છે.
  • દશાંશકો નવ હોય છે.
  • તેને સંકેતમાં $D_1, D_2, D_3 . . . D_9$ વડે દર્શાવવામાં આવે છે.
  • જયાં, $D_j=j\left(\frac{n+1}{10}\right)$ મા અવલોકનની કિંમત, જયાં, $j = 1, 2, 3...9.$
  • યાદ રાખો : $D_5=Q_2=M$ થાય.
  • ઉપરાંત $D_1 \leq D_2 \leq D_3 \ldots \ldots . . D_8 \leq D_9$
  • આપેલ માહિતી ક્રમમાં ગોઠવતાં $j$ મો દશાંશક $D_j$ હોય તો આપેલ માહિતીના $10_j$ અવલોકનો $D_j$ થી નાનાં કે $D_j$ જેટલાં
  • હોય છે.
$(4)$ શતાંશકો :
  • આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતાં ક્રમમાં ગોઠવતાં માહિતીના સો સરખા ભાગ કરતાં અવલોકનોની કિંમતોને શતાંશકો કહેવામાં આવે છે.
  • શતાંશકો નવ્વાણું હોય છે.
  • તેને સંકેતમાં $P_1, P_2, P_3.....P99$ વડે દર્શાવવામાં આવે છે.
  • જયાં, $P_j=j\left(\frac{n+1}{10}\right)$ મા અવલોકનની કિંમત
  • યાદ રાખો : $P_{25}=Q_1 ; P_{50}=D_5=Q_2=M ; P_{75}=Q_3 ; P_{10}=D_1, P_{20}=D_2 \ldots \ldots \ldots . P_{90}=D_9$ થાય.
  • ઉપરાંત $P_1 \leq P_2 \leq P_3 \ldots \ldots . . \leq P_{98} \leq P_{99}$.
  • આપેલી માહિતી ક્રમમાં ગોઠવતાં $j$ મો શતાંશક $P_j$, હોય, તો આપેલ માહિતીના $100_j \%$ અવલોકનો $P_j$ થી નાનાં કે $P_j$,
  • થી નાનાં કે $P_j$​​​​​​​ જેટલા હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગના $34$ છોકરાઓને મળેલા ગુણનો મધ્યક $57$ છે. તે વર્ગના બધા $60$ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક $59$ છે. છોકરીઓના ગુણનો મધ્યક શોધો.
$\text{ASHOK}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને $\text{GEETA}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે $?$
એક શાળાના કોઈ વગના વિદ્યાર્થિઓની $100$ ગુણની પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર $80$ ગુણ અને પ્રમાણિત વિચલન $20$ ગુણ મળે છે. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મળેલા ગુણનો $4$ વડે ભાગાકાર કરી તેને ઉપયોગમાં લેવામાં આવે છે, તો આમ કરવાથી પ્રથમ કસોટીના બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિચલન શોધો.
જો $k : R \rightarrow R$ તેમજ $k (x) = x^2 + 3x - 12$ હોય તો વિધેય $k$ નો પ્રકાર જણાવો.
આદર્શ સરેરાશના લક્ષણો જણાવો.
5 પુરુષો અને 3 સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે ?
NATURE શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્ષનરી ક્રમ મુજબ ગોઠવતાં NATURE શબ્દ કયા ક્રમે આવે ?
એક વ્યક્તિએ કરેલ રોકાણમાં ચાર વર્ષમાં અનુક્રમે $7 \%, 6 \%, 8 \%, 8.5 \%$ ના દરે વળતર મળેલ છે. તેને મળેલ વળતરની ટકાવારીની સરેરાશ યોગ્ય રીતે મેળવો.
$f: N \rightarrow Z , f(x)=3 x-x^2, \quad x \in N$, તો $f(x+1)-f(x)$ ની કિંમત મેળવો.
પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને,
(1) કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
(2) 30,000 કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
(3) 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?