Question
આદર્શ સરેરાશના લક્ષણો જણાવો.

Answer

  • સરેરાશના માપની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
  • તેની ગણતરી સરળ હોવી જોઈએ.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ.
  • તે વિશેષ બૈજિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ હોવી જોઈએ.
  • એક જ સમષ્ટિમાંથી લીધેલા સમાન કદના જુદા જુદા નિદર્શોમાંથી મળતી સરેરાશની કિંમત લગભગ સરખી હોવી જોઈએ. અર્થાત તે સ્થિર માપ હોવું જોઈએ.
  • માહિતીના અતિ મોટા અથવા અતિ નાનાં અવલોકનોની તેના પર વધુ પડતી અસર ન થવી જોઈએ.
  • તે માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ રજૂ કરતું માપ હોવું જોઈએ.
  • તેની કિંમત વાસ્તવિક હોવી જોઈએ.
  • આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે ઉપયોગી માપ હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દસ અવલોકનોનો ધારેલો મધ્યક 25 છે. ધારેલા મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો અને તેના વર્ગોનો સરવાળો અનુક્રમે 20 અને 290 હોય, તો ચલનાંક શોધો.
એક ફેરિયાના છેલ્લા $10$ દિવસનો નફો $(₹$ માં$)$ નીચે આપેલ છે. નફાનો મધ્યસ્થ શોધો. $261.5, 257, 258.5, 260, 265, 249, 255.5, 262.5, 264, 267$
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.
ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ જણાવો.
કયા સંજોગોમાં માહિતી એકત્ર કરવા માટે પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?
જો $\mathrm{S}_{n}=\frac{5}{3}\left(4^{n}-1\right)$ હોય, તો $\mathrm{T}_{n+1}$ અને $\mathrm{T}_{3}$ શોધો.
ગૌણ માહિતીની મર્યાદાઓ જાણનાર, જો સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે તો ગૌણ માહિતી પણ ઘણી ઉપયોગી નીવડી શકે છે. સમજાવો.
પ્રચલિત સંકેતોમાં $\sum d=25, \sum d^2=272, n=100$ અને ધારેલો મધ્યક $4$ છે. આ માહિતી પરથી યલનાંક શીધો.
એક આવૃત્તિ-વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થક $12.8$ જેટલા અંતરે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક $11.2$ જેટલા અંતરે છે, તો વિષમતા અને વિષમતાંક શોધો.
એક ઑફિસમાં કામ કરતાં $10$ કર્મચારીઓનું સરેરાશ વજન $58$ કિગ્રા છે. કર્મચારી ભરતીના એક તબક્કામાં લેવાયેલ $5$ સ્ત્રી કર્મચારીઓનું સરેરાશ વજન $52$ કિગ્રા છે અને $4$ પુરુષ કર્મચારીઓનું સરેરાશ વજન $60$ કિગ્રા છે. ભરતી પછી ઑફિસના બધા કર્મચારીઓનાં વજનનો મધ્યક મેળવો.