સોક્રેટીસના એક મિત્રને માથે ચૌદ જેટલી નિરાધાર સ્ત્રીઓને નિભાવવાની જવાબદારી અચાનક આવી પડી હતી. તેની એવી કોઈ નાણાકીય સ્થિતિ ન હતી, જેનાં દ્વારા તે આ બધી સ્ત્રીઓનું લાંબા સમય સુધી ભરણ-પોષણ કરી શકે. આ હકીકતની સોક્રેટીસને જન થતાં, તેણે તેના મિત્રને સૂચન કર્યું કે આ દરેક સ્ત્રીને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામમાં લગાવવી જોઈએ. આ સુચના સોક્રેટીસનાં સ્ત્રી શક્તિ અને સ્ત્રી સન્માન વિશેના વિચાર દર્શાવે છે. સ્ત્રીઓ પણ કામ કરીને સ્વનિર્ભર બની શકે છે એવો આત્મવિશ્વાસ સોક્રેટીસ ધરાવતો.