Question
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.

Answer

  • જે નિદર્શનમાં સમષ્ટિના એકમોને સમાન ગુણધર્મોવાળા જુદા જુદા સ્તરોમાં વહેંચી પ્રત્યેક સ્તરમાંથી યાદચ્છિક રીતે નિદર્શ લઈ તે બધાં નિદર્શના એકમો ભેગા કરીને નિદર્શ મેળવવામાં આવે તેને સ્તરિત યાદચ્છિક નિદર્શન કહે છે. તેના ગેરલાભ નીચે પ્રમાણે છે :
ગેરલાભ :
  • સમષ્ટિને જુદા જુદા સ્તરોમાં વહેંચતી વખતે યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો પસંદ કરેલો નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ૨જૂ કરી શકે નહી.
  • સમષ્ટિના દરેક સ્તરમાંથી એકમોની યાદચ્છિક પસંદગીનું કાર્ય મુશ્કેલ છે. જો આ કાર્ય કુશળ વ્યક્તિઓ દ્વારા કરવામાં ન આવે તો પરિણામોમાં ચોકસાઈનું વાજબી ધોરણ જળવાતું નથી.
  • સ્તરિત યાદચ્છિક નિદર્શ પરથી સમષ્ટિના પ્રાચલનોનું આગણન કરવાનું કાર્ય એ કંદરે મુશ્કેલ છે.
  • સમષ્ટિને સમાંગ સ્તરોમાં વહેંચવાનું કાર્ય કેટલીકવાર મુશ્કેલ બને છે.
  • પ્રત્યેક સ્તરના એકમ સમાન ગુણધર્મવાળા ન હોય તો પરિણામોમાં ચોક્કસતા કે અસરકારકતા જળવાતી નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ 'થી વધુ' પ્રકારના સંચયી આવૃત્તિ-વિતરણ પરથી મૂળ આવૃત્તિ-વિતરણ તૈયાર કરો : 
'થી વધુ'25 30 35 40 45 50 55 60 65
સંચયી  આવૃતિ 100 96 87 70 45 25 14 1
એક ગુણોત્તર શ્રેણીમાં $T_n = 324; S_n = 484$ અને $r = 3$ હોય તો $a$ અને $n$ શોધો.
એક કંપનીના દૈનિક વેચાણનો મધ્યક $126.2$ છે. એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ $10$ દિવસના વેચાણ આંકડા નીચે મુજબ છે.
$\{156, 125, 162, 153, 130, 124, 127, 142, 149, 121\}$
શું નવી જાહેરાતનીતિથી વેચાણનો મધ્યક વધ્યો છે તેમ કહેવાય $?$
એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું કુલ ખર્ચ વિધેય $y = 10 + 3x$ છે, જ્યાં, $x$ એ ઉત્પાદિત એકમોની સંખ્યા અને $y$ એ $x$ એકમોનું કુલ ઉત્પાદન$-$ખર્ચ દર્શાવે છે. ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત થતી વસ્તુઓના એકમોની સંખ્યાનો વિસ્તાર $50,$ ચતુર્થક વિચલન $5,$ સરેરાશ વિચલન $8$ અને પ્રમાણિત વિચલન $10$ છે, તો આ માહિતી પરથી કુલ ખર્ચ $y$ નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મેળવો.
એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે $: 3, 5, 4, 2, 7, 8$ દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો.
જો $f(x)=3 x^{2}-4 x+36$ હોય, તો $1$ ની કઈ કિંમત માટે $f (3x) = 3f (x)$ થાય $?$
જો $S_n = 4 (3^n- 1)$ હોય તો $T_n + 1$ શોધો.
એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા $1400$ વિદ્યાર્થીઓમાં કુલ $855$ છોકરાઓ હતા. તેમાંથી $225$ છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ $550$ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ $3:2$ હતું જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની કરતાં ત્રણ ગણી વધુ હતી. આ માહિતીના કોષ્ટકમાં રજૂ કરો.
નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરો થી બનતી ગોઠવણીઓને ડીક્ષનરી  ક્રમ મુજબ ગૌઠવતાં તે શબ્દ કેટલામાં ક્રમે આવે $?$ $\text{(1) PINTU, (2) NURI, (3) NIRAL, (A) SUMAN, (5) RUTVA}$
બે આવૃત્તિ$-$વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ$-$વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો.
આવૃત્તિ$-$વિતરણ $A : \bar{x} =28\ \&\ M =26\ \&\ s =10$
આવૃત્તિ$-$વિતરણ $B : \bar{x} =24\ \&\ M =27\ \&\ s =12$