Question
સતત આવૃત્તિ$-$વિતરણની રચના માટેના મુદ્દાઓ ચર્ચો.

Answer

  • સતત આવૃત્તિ$-$વિતરણની રચના માટે નીચે પ્રમાણેના કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ :
  • સામાન્ય રીતે વર્ગોની સંખ્યા $6$ થી ઓછી નહિ તેમજ $15$ થી વધુ નહિ તે રીતે લેવામાં આવે છે. જો કે ખાસ સંજોગોમાં $6$ થી ઓછા કે $15$ થી વધુ સંખ્યાવાળા વર્ગો પણ લઈ શકાય છે.
  • વર્ગોની અપેક્ષિત સંખ્યા નક્કી કરવા માટે સ્ટર્જના નિયમનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટર્જના નિયમ મુજબ, વર્ગોની સંખ્યા $(K) = 1+3.322 \log _{10} n$ . જયાં, $n =$ માહિતીના અવલોકનોની કુલ સંખ્યા.
  • અહીં સૂત્ર દ્વારા મળતી કિંમતની પૂર્ણાક કિંમતને વર્ગોની સંખ્યા તરીકે લેવી જોઈએ.
  • આપેલી અવર્ગીકૃત માહિતીના વિસ્તારને વર્ગોની અપેક્ષિત સંખ્યા વડે ભાગતાં જે કિંમત મળે તેના પછીની પૂર્ણાંક સંખ્યા જેટલી વર્ગલંબાઈ નક્કી કરો. જયાં વર્ગલંબાઈ $(C) =$ વિસ્તાર $(R)\  / $  વર્ગોની સંખ્યા $(K)$ 
  • અહી $K$ અને $C$ ની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી $K$ અને $C$ બંને ઘનપૂર્ણાક હોય તેમ જ $CK \geq R$ હોય
  • સામાન્ય રીતે આવૃત્તિ$-$વિતરણના તમામ વર્ગોની વર્ગલંબાઈ સરખી લેવામાં આવે છે જો કે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે વર્ગ સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખી જુદી જુદી વર્ગલંબાઈવાળા વર્ગો પણ લઈ શકાય.
  • પ્રથમ વર્ગમાં અવલોકનની ન્યૂનતમ કિંમત અને છેલ્લા વર્ગમાં અવલોકનની મહત્તમ કિંમતનો સમાવેશ થાય તે રીતે વર્ગ સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં લઈ વર્ગો બનાવવા જોઈએ.
  • જો આવૃત્તિ$-$વિતરણના કોઈ એક વર્ગની મધ્યકિંમત અને વર્ગલંબાઈ આપેલી હોય ત્યારે તે વર્ગનું અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમાબિંદુ મેળવવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વર્ગનું અધ:સીમા બિંદુ $=$ મધ્યકિંમત $-\frac{1}{2}\ ($વર્ગલંબાઈ$)$
  • વર્ગનું ઉર્ધ્વ સીમાબિદુ $=$ મધ્યકિંમત $+\frac{1}{2}\ ($વર્ગલંબાઈ$)$
  • જેના આધારે બાકીના વર્ગો મેળવી શકાય છે.
  • અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તે માહિતી માટે તેનું સતત આવૃત્તિ$-$વિતરણના સ્વરૂપમાં વર્ગીકરણ કરી શકાય છે.
  • સતત આવૃત્તિ$-$વિતરણના વર્ગો નિવારક સ્વરૂપના કે અનિવારક $($આવરિત$)$ સ્વરૂપના લઈ શકાય. સામાન્ય રીતે ચલ સતત હોય તો નિવારક સ્વરૂપના વર્ગ પસંદ કરવા જોઈએ. અલબત્ત અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તે માહિતી માટે અનિવારક સ્વરૂપના વર્ગ બનાવવાની સામાન્ય પ્રણાલી છે.
  • અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ પરથી સંચયી આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરતી વખતે અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં ફેરવવા જરૂરી છે.
  • અવર્ગીકૃત માહિતી પરથી સતત આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરવાથી મૂળ માહિતીની કેટલીક વિગતોનો લોપ થાય છે.
  • જેમકે $30-39$ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા $4$ છે તે જાણી શકાય છે.
  • પરંતુ $4$ વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણની માહિતીનો લોપ થાય છે.
  • તે વર્ગીકરણની મર્યાદા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક હૉસ્પિટલમાં દર્દીઓનાં રોકાણના દિવસોની સંખ્યાનું નીચેનું વિતરણ પ્રાપ્ય છે. તે પરથી દર્દીઓનાં રોકાણના દિવસોની સંખ્યાનો મધ્યસ્થ અને તૃતીય ચતુર્થક શોધો. 
રોકાણના દિવસોની સંખ્યા 234567
દર્દીઓની સંખ્યા 372652
એક શાળાના પ્રવાસમાં કુલ $80$ વ્યક્તિઓ જોડાઈ હતી અને તેમણે સરેરાશ $₹ 300$ પ્રવાસ ફી પેટે ચૂકવ્યા હતા. $60$ વિદ્યાર્થીઓ પૈકી દરેકે ફાળામાં $₹ 325$ ચૂકવ્યા હતા અને શિક્ષકો પાસેથી થોડી વધુ રકમ ફાળા પેટે લેવામાં આવી હતી. મદદનીશ સ્ટાફ $10$ પુરુષોનો હતો અને તેમની પાસેથી કોઈ પણ ફાળો લીધો ન હતો. પ્રવાસમાં કુલ $20 \%$ સ્રીઓ હતી તેમાંથી $2$ સ્ત્રીઓ શિક્ષિકા હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
નીચેની માહિતી પરથી વિષમતાંક શોધી કઈ માહિતી વધારે વિષમ છે તે નક્કી કરો. 
માહિતી A : $5 Q_1=4 Q_2=3 Q_3=120$
માહિતી B : $6 Q_1=5 Q_2=4 Q_3=180$
$2,3, \frac{9}{2},....$ આ ગુણોત્તર$-$શ્રેણીનો $5$ પદનો સરવાળો શ્રેણી સૂત્રથી શોધો.
નીચલી કોર્ટમાંથી મળેલા ચુકાદાને પડકાર આપવા સ્વરૂપે $7$ કેસ ઊપલી કોર્ટમાં જાય છે. જયાં ચુકાદો બદલાઈ શકે છે. આ $7$ કેસમાંથી બદલાયેલા ચુકાદાની સંખ્યા બહુમતીમાં હોય તેવું કેટલી રીતે બની શકે $?$
ચલ $x$ નાં અવલોકનોના વિસ્તાર ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10, 2, 3$ અને $5$ છે. જો $y = 5x + 3$ હોય, તો ચલ $y$ ના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો.
એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીઓનું પ્રમાણ $1:2$ છે. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યકો અનુક્રમે $34$ વર્ષ અને $37$ વર્ષ હોય, તો ઓફિસના બધા કર્મચારીઓની ઉંમરનો મધ્યક શોધો.
k : X → Y માટે X = {t | t ∈ Z, -3 ≤ t ≤ 3}, Y = {a | a ∈ N, 1 ≤ a ≤ 20}, k = (t) = t2 + 2 હાય તો વિષય k નો પ્રકાર જણાવો.
પ્રચલિત સંકેતોમાં $\sum d=25, \sum d^2=272, n=100$ અને ધારેલો મધ્યક $4$ છે. આ માહિતી પરથી યલનાંક શીધો.
120 પાનાંના એક પુસ્તકમાં પાના દીઠ શબ્દોની સંખ્યાનો મધ્યક 231 છે. જો પ્રથમ 20 પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક 236 હોય, તો બાકીનાં 100 પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક મેળવો.