સૂર્ય ઊગે ત્યારે આકાશમાં ચારે તરફ અજવાળું ફેલાઇ જાય છે. ધરતી પર પણ બધે પ્રકાશ ફેલાઈ જાય છે. ધરતી પર વૃક્ષો..... વનસ્પતિ... માણસો..... નદી....સાગર... પર્વત...મેદાન....એમ બધાં સૂર્યના તેજથી જાણે જીવંત બની જાય છે. સૂર્યની ઊર્જા સૌમાં શક્તિ પ્રેરે છે અને સૌ પોતપોતાના કામમાં લાગી જાય છે.