Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \,cm$ લંબાઈનો એક એલ્યુમિનિયમનો સળિયો તેના મધ્યબિંદુુએ પકડવામાં આવ્યો છે અને તેમાં લંબગત દોલન કરવામાં આવે છે. સળિયાને તેની મુળભુત આવૃતિએ દોલિત થવા દેવામાં આવે છે. એલ્યુમિનિયમની ઘનતા $2600 \,kg / m ^3$ અને યંગનો મોડ્યુલસ $7.8 \times 10^{10} \,N / m ^2$ છે. ઉત્પન્ન થતા અવાજની આવૃતિ ............. $Hz$ હોય.
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.
એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો $A$ અને $B$ જરાક અસમ સ્વરિત છે અને તે $6\, Hz$ આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે $B$ માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને $7 \,Hz$ થાય છે જો $A$ ની આવૃતિ $530\, Hz$ હોય તો $B$ ની મૂળ આવૃતિ $.........Hz$ હશે
$75.0\;cm$ દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
એક સંગીત સાધનમાં તારની લંબાઇ $90 \;cm$ અને મૂળભૂત આવૃતિ $120 \;Hz$ છે તો આ તારને .............. $cm$ સુધી દબાવવું જોઈએ કે જેથી તે $180 \;Hz$ જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.
સ્વરકાંટો અને $95 cm$ અથવા $100 cm$ ના સોનોમીટરનો તારને સાથે કંપન કરાવતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ $440\, Hz$ થી $480\, Hz$ જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ $345\, ms ^{-1}$ હોય તો કારની ઝડપ ($kmh^{-1}$ માં) કેટલી હશે?
જ્યારે કાર એક શિરોલંબ દીવાલ તરફ ગતિ કરે છે, ત્યારે તેના દ્વારા વગાડાતા હોર્નની આવૃતિમાં ફેરફાર $400\, {Hz}$ થી $500\, {Hz}$ છે. જો ધ્વનિની ઝડપ $330\, {m} / {s}$ હોય, તો કારની ઝડપ (${km} / {h}$ માં) કેટલી હશે?