તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથબનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. તે છીપલાંમાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર તથા દીવાલો શોભાવે તેવાં કાથી કામનાં ચિત્રો બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી, રંગોનાં છાંટણાંથી સજાવી વેચતો.