Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપત્રલેખન5 Marks
Question
તમારા મિત્રને પાણીનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો.
✓
Answer
પ્રદીપ જોષી
$9,$ શુભલક્ષ્મી ટાઉનશિપ,
વડોદરા $–\ 390\ 005.$
તા. $25 – 5 – 2018$
પ્રિય મિત્ર પંકજ,
તારો પત્ર મળ્યો, આનંદ થયો. તેં આમંત્રણની સાથે પાણી લેતો આવજે મજાકમાં લખ્યું છે તે ખરેખર આજની સમસ્યાને વાચા આપે છે.
હવા, પાણી અને ખોરાક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે, તેમાં પાણીની સમસ્યા અતિ ગંભીર છે. પાણીનું કેટલું બધું મહત્ત્વ છે! પાણી વિના જીવી ન શકાય, ખેતરોમાં પાક ન લઈ શકાય તેમજ કેટલાક ઉદ્યોગોમાં માલ તૈયાર ન કરી શકાય. પાણી વિના વનસ્પતિ સૃષ્ટિ $–$ વૃક્ષો, વેલાઓ, છોડ $-$ સુકાઈ જાય. સૃષ્ટિનું સૌંદર્ય હણાઈ જાય. સર્વત્ર રણ જેવું લાગે.
પાણીનું એક એક ટીપું અતિ કીમતી છે. તેથી પાણીનો બગાડ ન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું આવતા અઠવાડિયે જરૂર આવીશ, વૉટર બૅગ સાથે!
તારો મિત્ર
પ્રદીપ
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.