મારું પ્રિય વસ્ત્ર મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે. તે આસમાની રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે. હવે તો જ્યારે મારે શુભપ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પૅન્ટ સાથે મૅચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. હા, ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે, તેથી તે મને ગમે છે.