Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \,Hz$ આવૃત્તિ વાળું તરંગ દોરી પર દઢ છેડા તરફ જાય છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું આવે ત્યારે દઢ છેડાથી $10\,cm$ અંતરે નિસ્પંદ બિંદુ બને છે. આપત (અને પરાવર્તિત) તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી થાય?
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
એક અનુનાદ નળીમાં બે અનુક્રમિત જગ્યાઓના સ્થાન $15 \,cm$ અને $48 \,cm$ અંતરે છે. જો સ્વરકાંટાની આવૃતિ $500 \,cps$ હોય તો અવાજની ઝડપ ........... $m/s$ હોય.
એક તરંગને $Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)$,વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $Y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... $km\,h ^{-1}$ હશે.
ટ્રેનનું એન્જિન $10\, ms ^{-1}$ ની ઝડપે $400\,Hz$ ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ $..........\,Hz$ છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ $=330\,ms ^{-1}$)