Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનબજાર5 Marks
Question
ટૂંક નોંધ લખો: ઑનલાઇન બજાર
✓
Answer
વર્તમાન સમયમાં ઑનલાઇન શૉપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. બજારમાં ગયા વિના જ ગ્રાહક તેનાં કમ્પ્યુટર, મોબાઇલ ફોન કે ટેલિવિઝન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી શકે છે. અનેક કંપનીઓ ઑનલાઇન શૉપિંગ માટે ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજારભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ખરીદેલી ચીજવસ્તુ સીધી જ ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. તેથી ઑનલાઇન શૉપિંગનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. દરેક ગ્રાહકે ઑનલાઇન શૉપિંગમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, નહીંતર છેતરપિંડીનો ભોગ બનવાનો પૂરેપૂરો સંભવ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.