Question
ટૂંક નોંધ લખો:અહોમ સમાજ

Answer

અહોમ લોકો ૧૩મી સદીમાં મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે જૂની રાજકીય વ્યવસ્થાના સ્થાને નવા રાજ્યની સ્થાપના કરી. ૧૬મી સદીમાં તેમણે ચૂંટિયા અને કોચ-હાજો રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દીધા હતા. અહોમ લોકોએ અગ્નિ-અસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો અને ૧૭મી સદી સુધીમાં તેઓ દારૂગોળો અને તોપો બનાવવામાં પણ નિપુણ બની ગયા હતા. અહોમ સમાજ 'કુળ'માં વહેંચાયેલો હતો. એક કુળ ઘણાં ગામો પર નિયંત્રણ રાખતું હતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા જમીન આપવામાં આવતી હતી. અહોમ સમાજમાં કલા-સંસ્કૃતિને ઘણું મહત્વ આપવામાં આવતું હતું. કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપવામાં આવતું હતું. નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સંસ્કૃતની મહત્વની સાહિત્યિક કૃતિઓનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free