Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર4 Marks
Question
ટૂંક નોંધ લખો: પાળિયા
✓
Answer
દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીરયોદ્ધાની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને 'પાળિયો' કહેવામાં આવે છે. પાળિયા એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. દરેક પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જે નીડર રજપૂતાણીઓએ જૌહર કર્યું હોય એટલે કે એક સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કર્યો હોય અથવા જે સ્ત્રીઓ સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. એ પાળિયાને 'સતીના પાળિયા' કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.