Question
કાપડની ઉત્પાદન-પ્રક્રિયાને વર્ણવો.

Answer

સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે. ચારેક મહિનામાં વાવણી પછી નિંદામણ, ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર મોટાં જીડવાં આવી જાય છે.
જીડવાંમાંથી સફેદ કપાસ વીણીને તેની ગાંસડીઓ બાંધીને કપાસને ઘરમાં સંઘરવામાં આવે છે. એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડનો વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે. જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે. હવે જીનિંગ મિલનો માલિક રૂની એકસરખી ગાંસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચી દે છે. કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેના તાકા ડાઈંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે. એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ-અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરવામાં આવે છે. ખમીશ (શર્ટ), પેન્ટ, બાળકોનાં કપડાં, છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતાં તેના પર લેબલ લગાવી તેમને બૉક્સમાં પૅક કરવામાં આવે છે.
પોશાકોનાં બૉક્સ જથ્થાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલુ બજાર માટે વેચવામાં આવે છે. આ વેપારી એ બૉક્સને છૂટક વેપારીને વેચે છે. છુટક વેપારીના શો-રૂમમાંથી ગ્રાહકો મનગમતાં વસ્ત્રો ખરીદે છે. આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલાં વસ્ત્રોનું વેચાણ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free