Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ રાજ્યપાલનાં કાર્યો
✓
Answer
રાજ્યપાલનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે $: (1)$ તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. $(2)$ તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે. $(3)$ તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે. $(4)$ તેઓ રાજ્યના ઍડ્વોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. $(5)$ તેઓ વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. $(6)$ તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર$-$વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. $(7)$ તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. $(8)$ તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે. $(9)$ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રમ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.