Question
ટૂંક નોંધ લખો : વાતાવરણનું દબાણ

Answer

ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે, જેને ‘ વાતાવરણનું દબાણ ' કહેવામાં આવે છે. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું હોય છે. તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free