Question
ટૂંક નોંધ લખો: ઉષ્માવરણ

Answer

મધ્યાવરણની ઉપર આશરે $80 \ km$ થી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલા હવાના આવરણને 'ઉષ્માવરણ' કહે છે. વાતાવરણના આ સ્તરમાં હવા અત્યંત પાતળી અને અતિશય ગરમ હોય છે. આ આવરણમાં જેમ-જેમ ઊંચાઈએ જઈએ તેમ-તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણના બે પેટા વિભાગો છે: આયનાવરણ અને બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયોનાં તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો-પ્રસારણ, ઇન્ટરનેટ વગેરેનો લાભ આ આવરણને આભારી છે. આયનાવરણની ઉપરના આવરણને 'બાહ્યાવરણ' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free