Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો5 Marks
Question
ટૂંક નોંધ લખો: ભરતી-ઓટ
✓
Answer
સમુદ્રોનાં પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઊતરે છે. સમુદ્રોનાં પાણી ઊંચે ચડે તેને 'ભરતી' અને નીચે ઊતરે તેને 'ઓટ' કહેવામાં આવે છે. ભરતી વખતે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચી ઊતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી-ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધાં સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી-ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી-ઓટ આવે છે. સાતમ-આઠમના દિવસોએ નાની ભરતી-ઓટ આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.