Question
ટૂંકનોંધ લખો : આલવર અને નયનાર સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.

Answer

આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં શરૂ થયેલ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓનું નેતૃત્વ આલવર અને નયનાર સંતોએ લીધું હતું. નયનાર સંતો શૈવ હતા. નયનાર સંતોમાં સૌથી વધારે પ્રખ્યાત અપ્પાર, સંબંદર, સુંદર અને માણિક્યવાચગર વગેરે સંતો હતા. નયનાર સંતોના પદો બે ભાગમાં છે: $(અ)$ તેવરમ્ અને $(બ)$ તિરુવાચકમ. જ્યારે આલવર સંતો વૈષ્ણવ હતા. આલવર સંતો ભ્રમણ કરતા, શુદ્ધ ભક્તિના ગીતો ગાતા અને લોકોને ઉપદેશ આપતા હતા. આલવર સંતોમાં નમ્માલ્વાર અને કુલશેખર મુખ્ય છે. આલવર સંતોની રચનાઓનો સંગ્રહ “નાલયિર દિવ્ય-પ્રબંધમ્” છે. વૈષ્ણવો આ ગ્રંથને ચાર વેદોના તમિલ ઉતારો માને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free