Question
ટૂંક નોંધ લખો $:$ મહારાણા પ્રતાપ

Answer

મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતાં હલ્દીઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈ. સ. $1576$ માં યુદ્ધ થયું. એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ, છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા. તે હિંમત હાર્યા નહિ. તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહિ. તેમણે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ (ગેરીલા યુદ્ધપદ્ધતિ) ચાલુ રાખ્યું. અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા. છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા. $51$ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. એક ટેકીલા વીરપુરુષ તરીકે રાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો.
હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય?
પરિચય આપો: સોમનાથ મંદિર
પંજાબ કેસરી 'રણજિત સિંહ'ની યુદ્ધનીતિ વિશે નોંધ લખો.
શેરશાહના સુધારાઓની ચર્ચા કરો.
ભક્તિ અને સૂફી આંદોલનની અસરો જણાવો.
પોઠનો સમૂહ $.............$ તરીકે ઓળખાતો.
કારણો આપો: રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી.
જંગલોના આડેધડ વિનાશથી પર્યાવરણને કયાં કયાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે?