Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનજાતિગત ભિન્નતા5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ નારી સશક્તીકરણ
✓
Answer
છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્રારાનારી સશક્તીકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. હાલમાં નારી સશક્તીકરણ માટે ‘ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ' અને ‘ મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈ. સ. $2001$ માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે.
મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.