Question
ટૂંકનોંધ લખો: ગોંડ જાતિ

Answer

ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા અને નાનાં-નાનાં કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો.
ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં $70,000$ જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તેઓ સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતા હતા. તેમની રાજ્ય-વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ $84$ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 'ચોર્યાસી' તરીકે ઓળખતા. દરેક ચોર્યાસી બાર-બાર ગામના એક પેટા એકમ 'બારહોતો'માં વહેંચવામાં આવતી.
મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે 'સંગ્રામશાહ'ની પદવી ધારણ કરી. ગઢકઢંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકઢંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથી મેળવ્યા. ગઢકઢંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free