Question
ટૂંકનોંધ લખો $:$ શંકરાચાર્ય

Answer

ભારતની એક મહાન દાર્શનિક હતા. તેઓએ અદ્વૈતવાદનો સિધ્ધાંત આપ્યો. તેમણે સનાતન ધર્મના વિવિધ વિચારધારા સંકલન કર્યું. ઉપનિષદ અને વેદ પર લખાયેલી તેમની ટીકાઓ ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે ભારતમાં ચાર મઠોમાં સ્થાપ્યા હતા જે હજુ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે. ‘ઉત્તરામન્ય મઠ', અથવા ઉત્તર મઠ જે જયોર્તિમઠ $($ઉત્તરાખંડ$)$ માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે. “પૂર્વામાન્ય મઠ' અથવા પૂર્વ મઠ જે પુરી $($ઓરિસ્સા$)$ માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે. ‘દક્ષિણામન્ય મઠ' અથવા દક્ષિણ મઠ જે શૃંગેરી $($કર્ણાટક$)$ માં સ્થિત છે. શૃંગેરી શારદાપીઠમ્ તરીકે ઓળખાય છે. ‘પશ્ચિમામન્ય મઠ', અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા $($ગુજરાત$)$ માં સ્થિત છે. દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે. માત્ર $32$ વર્ષની ઉમરમાં તેઓનું અવસાન થયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free