Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન $A$ સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન $B$ $30\,m / sec$ ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન $300\,Hz$ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત $..........\,Hz$ હોય. (ધ્વનિની ઝડપ $=330\,m / sec$ )
$16$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $ 8$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
$20\,ms ^{-1}$ ના વેગ સાથે એક કાર $P$ કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ $400\,Hz$ છે. તે જ દિશામાં એક બીજી કાર $Q$ પ્રથમ કારની પાછળ $40\,ms ^{-1}$ ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ $Hz$ છે. [ધ્વનિનો વેગ $=360\,ms ^{-1}$, લો]
ઓરડા $A$ માટે રેવરબરેશન સમય એક સેકન્ડ છે, તો બીજા ઓરડા કે જેના બધા જ પરિમાણ ઓરડા $A$ ના પરિમાણ કરતાં બમણા હોય, તો તેના માટે રેવરબરેશન સમય (સેકન્ડમાં) કેટલો હોય?
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
$2\,L$ લંબાઇનો તાર $A$ અને $B$ બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ $r$ અને $2r$ બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો $A$ તારામાં એન્ટિનોડ $p$ અને $B$ તારામાં એન્ટિનોડ $q$ હોય તો ગુણોત્તર $p : q$ કેટલો થાય?