Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈએ કોઈ $m$ દળના પદાર્થને લઈ જવામાં આવે તો પદાર્થની સ્થિતિઉર્જામાં કેટલો વધારો થાય?
કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન $18\,N$ છે. તેનું પૃથ્વીની સપાટીથી $3200\,km$ ઉંચાઈએ વજન $...........\,N$ છે. (પૃથ્વીની ત્રિજયા $R _e=6400\,km$ આપેલ છે.)
પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $1000$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $10$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$ થાય.
જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
બે ગ્રહો $A$ અને $B$ ની અનુક્રમે ત્રિજ્યાઓ $R$ અને $1.5\,R$ તથા ધનતાઓ $\rho$ અને $\rho / 2$ છે. $B$ અને $A$ ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.