Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......
વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નું મૂલ્ય $- 2 \times 10^{-6}\ C/m^2$ છે. $100\ eV$ ઊર્જાનો ઈલેકટ્રોન પ્લેટની તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો ઈલેકટ્રોનનું પ્લેટથી પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર શું હશે ?
એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ $A,$ તેનું કેપેસિટન્સ $C$ અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે.જેમાં $K_1,K_2,K_3$ અને $K_4$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ $ C$ મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક $ K=$ ________
બે બિંદુવત વિદ્યુતભારો $x-$ અક્ષ પર આવેલા છે. $x = 0$ આગળ $q_1$ =$ -1\ \mu C$ અને $x = 1\, m$ આગળ $q_2$ =$ +1\ \mu C$. ત્રીજા વિદ્યુતભાર $q_3$ = $+1\ \mu C$ કે જે અનંત અંતરેથી $x = 2\ m$ સુધી આવે છે તેના વડે થતું કાર્ય શોધો.
બે ધાતુના ટુકડાઓના સ્થિતિમાનનો તફાવત $800\,V$ છે અને તે $0.02\, m$ સમક્ષિતિજ અંતરે આવેલ છે. $1.96 \times 10^{-15}\, kg$ દળનો એક કણને પ્લેટો વચ્ચેના સંતુલનમાં મુક્ત કરવામાં આવે છે. જો $e$ એ મૂળભૂત વિદ્યુતભાર હોય તો કણ પરનો વિદ્યુતભાર ....... છે.