વરસાદ વરસવાથી સમગ્ર પ્રકૃતિમાં નવસંચાર થઈ જાય છે. વરસાદ પડવાથી પ્રકૃતિના બધાં જીવોમાં જીવ આવી જાય છે. વરસાદના ફોરાં પડવાથી વંટોળાતી પવન-ડમરી ઠરીઠામ થઈ જાય છે, હાંકી ગયેલાં પલીઓ આનંદમાં આવી જાય છે, વૃક્ષોના પાંદડાઓમાં જોમ આવી -જાય છે. તાપમાં રાફડાઓમાં ખદબદી રહેલી કીડીઓ આનંદભેર વૃક્ષના થડે ચઢવા લાગે છે, ધરતીનું રૂપ ફૂટું ફૂટું થઈ જાય છે, વગડો પક્ષીઓના ટહુકાથી ભરાઈ જાય છે. આમ વરસાદ વરસવાથી પ્રકૃતિ ઉપર નવસંચારની અસર થઈ જાય છે.