Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તનમાં, જો સ્લીટની પહોળાઈ $a$, તરંગલંબાઈ $\lambda$, અને લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ.....
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi / 3$ છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
યંગના બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ વાપર્યો હોય તો $92$ શલાકાઓ દેખાય છે. ( $\lambda$ =$5898 \,Å$) જો આપેલ રંગ ($\lambda$ =$5461 \,Å$) હોય, તો કેટલી શલાકાઓ દેખાય?
પૃથ્વીની સપાટીથી $400\,km$ ઊંચાઈ પરથી સ્પેસ શટલ માંથી પૃથ્વી તરફ જોવામાં આવે છે. આંખના કિકિનો વ્યાસ $5\,mm$ અને $500\,nm$ તરંગલંબાઈ છે. તો બે વસ્તુ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોય તો જોઈ શકે.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત $\frac{1}{8} \times$ તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?