Questions

અહેવાલ (5-M)

🎯

Test yourself on this topic

12 questions · timed · auto-graded

Question 15 Marks
તમારી શાળામાં યોજાયેલ ધો. $12$ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ વિશે આશરે $100 ($સો$)$ શબ્દોમાં અહેવાલ લખો.
Answer
સરસ્વતી વિધામંદિર-માણસામાં યોજાયેલ ધો$-12$ના વિધાર્થીઓનો વિદાય સમારંભ
માણસા. તા.$05-03-2017$ ધો$-12$ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા હોવાથી અને તેમનો અભ્યાસ પૂરો થતો હોવાથી તેમને વિદાય આપવા આ સમારંભ તા.$03-03-2017$ નાં રોજ અમારી સરસ્વતી વિધામંદિર શાળામાં યોજાયો હતો. સમારંભની શરૂઆત શાળાના ટ્રસ્ટીશ્રી ભટ્ટસાહેબે દીપ પ્રગટાવી કરી. શાળાના વિધાર્થી અને વિધાર્થિનીઓએ ‘ઇતની શક્તિ હમેં દે ન દાતા’ પ્રાર્થનાથી કરી. શાળાના ટ્રસ્ટીએ વિધાર્થીઓને શુભેચ્છા આપીને આશીર્વચન કહ્યાં, શાળાના આચાર્યશ્રી શાહસાહેબે વિધાર્થીઓની સભ્યાસ નિષ્ઠાને વખાણી હતી. વિધાર્થીઓને પરીક્ષા માટે જરૂરી સૂચનો આપ્યા. સંસ્થાના પ્રમુખ તરફથી દરેક વિધાર્થીને કંપાસ બોક્ષ અને બોલપેનની ભેટ આપવામાં આવી. વિધાર્થીઓમાંથી બે-ત્રણ વિધાર્થી ભાઈ-બહેનોએ શાળા વિશે અને શિક્ષકો, તેમજ શાળાની સુંદર કાર્યપદ્ધતિ વિશે પ્રવચનો આપ્યા. શાળાના જૂના સંસ્મરણો વાગોળતા કેટલાક વિધાર્થીઓ રડી પડ્યાં. આ પ્રસંગે વાલીમંડળ તરફથી વિધાર્થીઓને ધો$-12$ પછીની કારકિર્દીની તકોનાં વિતરણ કરવામાં આવ્યું. ધો$-12$ વીધર્થિઓએ શાળાને ભેટમાં આપ્યું. કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના સુપરવાઈઝર શ્રી અર્પણાબહેને કરી. ત્યારબાદ ગ્રુપફોટો ને અલ્પાહારનું આયોજન થયું હતું. બધા વિધાર્થી ભાઈ-બહેનોએ ભારે હૈયે શાળામાંથી વિદાય લીધી.
View full question & answer
Question 25 Marks
તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આધરે સો શબ્દોમાં તૈયાર કરો.
Answer
‘રક્તદાન શિબિર’નો અહેવાલ
અમદાવાદ તા.$18-12-2016$ યોજાયેલ ભવ્ય રક્તદાન શિબિર : અમારી શાળામાં તા.$18-12-2016$ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉકટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન અઆપવા બોલાવ્યા હતા. વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શાળામાં સવારે $9:00$ કલાકે ધોરણ$-11, 12$નાં $86$ જેટલા વિધાર્થીઓ તેમજ $45$ જેટલા વાલીઓ આવ્યા હતા. ડૉકટરે વિધાર્થીઓ તેમજ વાલીઓને સમજાવ્યું કે ‘રકતદાન એ શ્રેષ્ઠદાન છે’ તેનાથી કોઈની પણ જિંદગી બચાવી શકાય છે. વળી, રક્તદાન કરવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. દરેક તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ માસે $250$ મિલી જેટલું રક્તદાન કરી શકે છે. ડૉકટરના વક્તવ્ય પછી શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં દીવાલ પર તેમજ વર્ગોમાં ‘રક્તદાન શ્રેષ્ઠદાન’, ‘રક્ત આપો, જીવન બચાવો’ જેવા સુત્રો લખેલાં હતા. રક્તદાન વિધાર્થીઓ ને વાલીઓએ ચા-બિસ્કિટ આપ્યા. શાળાના કેટલાક શિક્ષકોએ પણ રક્તદાન કર્યું. કાર્યક્રમના અંતે સુપરવાઈઝરશ્રીએ ડૉકટર, વિધાર્થી, વાલીઓનો આભાર માન્યો.
View full question & answer
Question 35 Marks
તમારી શાળામાં યોજાયેલ ‘શિક્ષક દિન’ની ઉજવણીનો અહેવાલ આપો.
Answer
અમૃતા વિધાલયમાં ‘શિક્ષક દિન;ની ઉજવણી
તા$.16-8-2017$ અમારી શાળામાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે ‘સ્વશાસન દિન’ની ઉજવણી કરી. પાંચમી સપ્ટેમ્બર એટલે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. રાધાકૃષ્ણનનો જાનમ દિવસ. પૂર્વ આયોજન અને પૂર્વ તાલીમ પ્રમાણે $18$ વિધાર્થી ભાઈ$-$બહેનોએ શાળાનો વહીવટ તે દિવસે સંભાળી લેવાની જવાબદારી ઊઠાવી હતી. ધોરણ$-12$ના વિધાર્થી શુભમે આચાર્ય તરીકેની જવાબદારી લીધી. બીજા દસ વર્ગશિક્ષકો, ત્રણ અન્ય શિક્ષકો, એક ગ્રંથપાલ, બે ક્લાર્કને બે પટાવાળા તરીકે ધોરણ$-10$ થી $12$ના વિધાર્થીઓ તૈયાર થયા હતા. શિક્ષક દિનના દિવસે રાબેતા મુજબ સવારમાં શિક્ષણકાર્ય શરૂ થયું. સ્વશાસન દિનમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓએ શાળામાં એવો કુશળ વહીવટ કર્યો કે શાળામાં આચાર્ય $–$ શિક્ષકો તો દંગ થઈ ગયા. દરેક વર્ગના વિધાર્થી ભાઈ-બહેનોએ પણ આ નવા આચાર્ય અને શિક્ષકોને સારો સાથ-સહકાર આપ્યો. શાળાનો સમય પૂરો થતાં સમયે આચાર્યએ મિટિંગ કરી અની સ્વશાસન દિનને સફળતાપૂર્વક ઉજવાયો તે બદલ બધા વિધાર્થીઓને અભિનંદન આપ્યા.
View full question & answer
Question 45 Marks
શાળાના શિક્ષકનો વિદાય સમારંભનો અહેવાલ લખો.
Answer
શિક્ષકનો વિદાય સમારંભ
તા.$3-5-2017$ અમારી શાળા ‘જ્યોતિ વિધાલય’નાં ગુજરાતીનાં શિક્ષક શ્રી વાસુદેવભાઈ શુક્લ સાહેબ વયમર્યાદાને કારણે તા.$31-5-2017$નાં રોજ નિવૃત્તિ. છત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર શ્રી શુક્લ સાહેબનો વિદાય સમારંભ શાળામાં તા.$28-4-2017$ના રોજ રાખેલ હતો. અમે શાળામાં મુખ્ય મહેમાન તરીકે અમારા શહેરના ડી.ઈ.ઓ. હરેકૃષ્ણભાઈ વનમાળી સાહેબને બોલાવ્યા હતા. શ્રી શુક્લ સાહેબે પાંચ વર્ષ પહેલાં શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી થઈ. એક પછી એક શિક્ષકોએ અને વિધાર્થીઓએ શાળા વિશે અને શુક્લ સાહેબની કાર્યપદ્ધતિ અને મળતાવળા સ્વભાવ વિશે પ્રવચનો આપ્યા. શ્રી શુક્લ સાહેબને શાળાના શિક્ષકમિત્રોએ $51,000$ રૂપિયાનો ચેક અર્પણ કર્યો. આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ આપી તેમનું અભેવાદ્ન કર્યું. તેમજ ડી.ઈ.ઓ.શ્રી શાલ ઓઢાડી સન્માન કર્યું. શાકના વિધાર્થીઓએ સરસ્વતી માતાજીનો ફોટો આપી સન્માન કર્યું. અને તેમણે $75,000$નો ચેક શાળાની ટ્રસ્ટીમંડળની શાળાના વિકાસ માટે અર્પણ કરી દીધો. આચાર્યશ્રીએ શુક્લ સાહેબના $36$ વર્ષના નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયતા એવા શિક્ષણકાર્યને બિરદાવ્યું. ટ્રસ્ટીમંડળને શાળાના વિકાસ માટે અર્પણ કરી દીધો. શ્રી શુક્લ સાહેબ બોલવા ઊભા થયાં પણ લાગણીવશ થયેલા તેમનાથી કશું જ બોલી શકાયું ના હતું. ફક્ત બધાનો આભાર માન્યો. તેમની આંખોના આંસુ જોઈ સૌ કોઈ રડી પડ્યા. આમ શુક્લ સાહેબનો વિદાય સમારંભ સ્મરણીય રહ્યો.
View full question & answer
Question 55 Marks
રસ્તા પર એક બાળકના થયેલા અકસ્માતનો અહેવાલ આપો.
Answer
રસ્તા પર થયેલો કરૂણ અકસ્માત
સી.ટી.એમ. તા.$15-4-2017$ અમે સૌ $12$મી એપ્રિલની વહેલી સવારે અમદાવાદથી વડોદરા જવા અમારી કારમાં નીકળ્યા હતા. અમદાવાદ સીતીએમથી એક્ષ્સપ્રેસ-વે પર ચઢ્યા ને ટોલટેક્ષ પર ટેક્ષ ભરી આગળ જઈ રહ્યા હતા. આ સ્થળ એવું છે જ્યાં સામાન્ય રીતે બધાં વાહનો તેમની નિર્ધારિત ઝડપે જવાનું શરૂ કરે છે. સૌ કોઈ, પોતપોતાના કામ માટે ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પહોંચવાની ગણતરીથી આગળ ધપી રહ્યા હતાં. એક્ષપ્રેસ રસ્તાની મુસાફરી પર એક દિશા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાથી વાહનચાલકો ઘણાં અંશે ચિંતામુક્ત હોય છે અને વધારે ઝડપથી જઈ શકાશે તેવા આત્મવિશ્વાસથી વાહન આગળ દોડાવતા હતા. અચાનક, અમારી ગાડીને ‘ઓવરટેક’ કરી એક વૈભવી મોટી ગાડી અત્યંત ઝડપથી આગળ નીકળી ગઈ. અમારી નજરથી લગભગ આર્દશ્ય થવામાં જ હતી, ત્યાં એક મોટા અવાજ સાથે, વાહન અથડાવવાનો અવાજ આવ્યો. થોડી જ વારમાં અમારું વાહન ત્યાં સુધી પહોંચ્યું. અમે બાજુમાં ગાડી ઊભી રાખી નીચે ઉતરીને જોયું તો અમારી નીકળી ગયેલી ગાડીના ચાલકે, એક બાળક જે ગાય લઈને રસ્તો ઓળંગતો હતો, તેને બચાવવા, બ્રેક મારી ગાડી રોકવા ગયો, પરંતુ ગાડી વધારે ઝડપમાં હોવાથી તે ઊભી રહે એ પહેલાં એ બાળક સાથે અથડાઈ ગઈ. બાળકને પગના ભાગે અને ખભાના ભાગે ઈજા થઈ; પરંતુ તેને વાગ્યું ન હતું, પણ ગભરાટમાં બેભાન થયો હતો. અમે પણ ગભરાઈ ગયા હતા. પરંતુ તેને થોડા સમયમાં ભાન આવી ગયું હતું. સમગ્ર પરિસ્થિતિ પામી જઈને અમે તાત્કાલિક ‘મદદનીશ ગાડી’ને ફોન ફરી બનાવની જન કરી. $108$ પર એમ્બ્યુલન્સ બોલાવવાની વ્યવસ્થા કરી. માત્ર દશ જ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. અમે તેમાં બેસાડી નજીકની હોસ્પિટલે લઇ જઈ રવાના કર્યો તીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળતાં જ તેનો જીવ બચી ગયો. અમે ભાગવાનો પાડ માંની વડોદરા જવા રવાના થયા.
View full question & answer
Question 65 Marks
તમારા ગામમાં યોજાયેલ નેત્ર-યજ્ઞ શિબિરનો અહેવાલ તૈયાર કરો.
Answer
નેત્ર-યજ્ઞ શિબિરનો અહેવાલ
ડાકોર તા. $23-12-2016$ અમારો ડાકોરધામ રણછોદરાયજીનું ધામ તો છે જ, ધાર્મિક સ્થળની સાથે અહીં સમાજઉપયોગી પ્રવૃત્તિઓના કેમ્પોનું આયોજન પણ કરવામાં આવે છે. અમારા ગામની શાળા ‘સંસ્થાન હાઈસ્કુલ’ ડાકોરમાં તા. $18$થી $20$ ત્રણ દિવસ નેત્રયજ્ઞ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરની જન દસ દિવસ પહેલા કરવામાં આવી હતી, જેથી સ્થાનિક તેમજ આજુબાજુના લોકો પણ ભાગે લઇ શકે. આ નેત્રયજ્ઞમાં અમદાવાદ જાણીતા નેત્રરોગ વિશેષણ ડૉ. નાગપાલની દેખરેખ હેઠળ યોજાયો હતો. તેમની સાથે અન્ય ડૉ. પરેશ નાયક, ડૉ. મદનમોહન પરીખ પણ જોડાયા હતાં. સ્થાનિક આંખના ડૉક્ટરોએ પણ સેવા આપી. આંખ વિશેની માહિતી આપતા ‘ચક્ષુદાન મહાદાન’, ‘નેત્રદાન કરો, ર્દષ્ટિ આપો’, ‘આંખ વિના અંધારું’ જેવા સુત્રો શાળાની દીવાલ પર લગાવવામાં આવ્યા હતા. આ શેવીરમાં આશરે $500$ વ્યક્તિએ ભાગ લીધો. લગભગ $180$ દર્દીઓને મફત ચશ્માના નંબર કાઢી આપવામાં આવ્યા. કેટલાકને આંખમાં નાંખવાનાં ટીપાં, મલમ વગેરે આપવામાં આવ્યાં. મોતિયાનાં $85$ ઑપરેશન કરવામાં આવ્યા. તારીખ $20$મીની સાંજે ગામના અગ્રગણ્ય નાગરિકોએ શિબિરમાં સેવા આપનાર ડૉક્ટરની ટીમનો આભાર માન્યો. ડૉક્ટરોએ પણ પોતાની સગવડ સાચવવા બદલ ગામલોકો પ્રત્યે શુભેચ્છા દર્શાવી.
View full question & answer
Question 75 Marks
તમારી શાળામાં યોજાયેલ પારિતોસ્શિક વિતરણ સમારંભનો અહેવાલ.
Answer
અક્ષત વિધાલયમાં યોજાયેલ શાનદાર પારિતોષિક વિતરણ સમારંભ
તા.$16-2-2017$ અમારી શાળા અક્ષત વિધાલયમાં તા.$15-2-2017$ના રોજ પારિતોષિક સમારંભ યોજાઈ ગયો. સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા સમારંભના અધ્યક્ષ સ્થાને હતા. સવારે $9:45$ વાગ્યે શાળાના સભાખંડમાં વિધાર્થીઓ, વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો આવી ગયા. $9:00$ વાગ્યે શાળામાં આચાર્યશ્રી પંકજભાઈ શાહ સાહેબ, મુખ્ય અતિથી શ્રી ભગવાનકુમાર શર્મા સાથે પ્રવેશ્યા. આચાર્યશ્રીએ તેમનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. સમારંભની શરુઆત ‘વિધા દે દેવી શારદા’ પ્રાર્થનાથી થઈ. અમારી શાળાના સંસ્કૃતિક કાર્યક્રમનાં ઇન્ચાર્જ રુચિબેનને સૌ પ્રથમદ્ધોરણ$-10, 12$ના વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલા વિધાર્થીઓના નામોની જાહેરાત કરી. ત્યાર પછી જિલ્લા, રાજ્યક્ક્ષાએ રમત-ગમતમાં પ્રથમ-દ્વિતીય અને તૃતીય આવનાર વિધાર્થીઓના નામની જાહેરાત કરી. ચિત્ર, સંગીત, વકૃત્વ સ્પર્ધા, મ્હેંદી હરીફાઈ, કેશગૂંથન હરીફાઈ, દેશભક્તિ ગીત સ્પર્ધા જેવી વિવિધ શાળાકક્ષાએ જે જે હરીફાઈઓ થઈ હતી તેનાં પ્રથમ, દ્વિતીય આવનાર નામો જેમ જેમ બોલાતા ગયા તેમ તેમ મુખ્ય અતિથિ, આચાર્ય, અન્ય શાળામાંથી બોલાવેલ આમંત્રિત મહેમાનોનાં વરદહસ્તે ઇનામો વિતરણ થવા લાગ્યા હતા. શાળાએ ઈનામોમાં ચંદ્રકો, પુસ્તકો ને પ્રમાણપત્રો ઉપરાંત કંપાસબોક્ષ, પેનો, નોટબુકો, ચોપડાઓ વગેરે વિજેતા વિધાર્થીઓને આપ્યાં. અંતમાં શાળાના સુપરવાઈઝર સાહેબશ્રીએ સૌનો આભાર માંની કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી.
View full question & answer
Question 85 Marks
તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો.
Answer
વિનય વિધામંદિરમાં યોજાયેલ વૃક્ષારોપણ
તા.$27-6-2016$ તારીખ $25$મી જૂનના રોજ અમારી શાળા વિનય વિધામંદિરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમના ઉદઘાટન માટે શહેરના મેયરશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સવારે $8:00$ કલાકે મેયરશ્રી, આચાર્યશ્રી, શિક્ષકો તેમજ વિધાર્થી ભાઈ-બહેનો ભેગા થયાં. મેયરશ્રી તેમજ આચાર્યશ્રીએ વૃક્ષોની મહત્તા તેમજ તેનાં ઉપયોગ વિશે જણાવ્યું. વૃક્ષો વિના માનવ, પશુ, પંખીના કેવા હાલ થાય ને વાતાવરણ પર તેની કેવી અસર થાય તે અંગે વિધાર્થીઓને સંપૂર્ણ જાણકારી આપી. વિધાર્થીઓદ્વારા અગાઉ વૃક્ષો માટે ખોદાયેલા ખાડામાં મેયરશ્રીએ પ્રથમ વૃક્ષારોપણ કર્યું. ત્યાર પછી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું. અમારી શાળામાં કુલ મળીને વિવિધ પ્રકારના કુલ $1600$ છોડ રોપવામાં આવ્યા. આમાં લીમડો, આસોપાલવ જેવા વ્રુક્ષો તેમજ ગુલાબ. મોગરો, કરણ, ગોલગોટા જેવા છોડો રોપવામાં આવ્યા. આના લીધે હવે અમારી શાળા ટૂંક જ સમયમાં ગ્રીનપાર્ક જેવી બની જશે. કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ વૃક્ષોના જતન અને પોષણ વિષયક પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ વૃક્ષોના જતન માટે એક ટુકડી તૈયાર કરવામાં અઆવી હતી.
View full question & answer
Question 95 Marks
તમારી સંસ્થાના સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો.
Answer
સરવસ્તી મંદિરમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી
તા.$16-8-2017$ amaari shala ‘સરવસ્તી મંદિર’માં $15$મી ઑગષ્ટે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના મેદાનમાં સ્વાતંત્ર્યદિન હોવાતથી સવારે આચાર્ય, શિક્ષકો, વિધર્થીઓ, આમંત્રિત મહેમાનો બધા સવારે $8:00$ વાગ્ય શાળાના મેદાનમાં ભેગા થયા હતા. વલીમંડળનાં નિમિતે શાળામાં દેશભક્તિ ગીત સ્પર્ધા રાખવામાં આવી હતી. શાળાના વિધાર્થી ભાઈ-બહેનોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો ‘એ મેરે પ્યારે વતન’, ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હાઈ બસેરા; વો ભારત દેશ હૈ મેરાં’, ‘દેદી અમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’, ‘મેર દેશ કી ઘરતી સોના ઉગલે’ જેવા ગીતથી વિધાર્થી ભાઈ-બહેનોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા. શ્રી શાહ સાહેબે પ્રસંગોચિત પ્રવચન કર્યું અનર ભાગ લેનાર બધા વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ ને વિજેતાને પારિતોષિક આપવામાં આવ્યું અને આપણને મળેલી આઝાદીને વાગોળીને સૌ છૂટા પડ્યા.
View full question & answer
Question 105 Marks
તમારી સંસ્થામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો.
Answer
એકલવ્ય શાળામાં યોજાયેલ રમતોત્સવ
તા.$24-12-2016$ અમારી એકલવ્ય શાળામાં ભવ્ય રમતોત્સવની ઉજવણી થઈ. તા.$21,$ ડિસેમ્બરથી $23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તા.$21$મીએ રમત ગમતના મંત્રીશ્રીના હસ્તે શાળાની મેદાનમાં ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્ય્યો. ધોરણ$-5$ થી $8$નાં વિધાર્થીઓ માટે $21$ ડિસેમ્બર અને ધોરણ$-9$ થી $12$ના વિધાર્થીઓ માટે $22, 23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. $5$ થી $8$ના $125$ જેટલા વિધાર્થી ભાઈ-બહેનોએ લીંબુ-ચમચી, દોરડા કુદ, ગોળા ફેંક જેવી વ્યક્તિગત રમતોમાં તો ખો-ખો, ક્રિકેટ, લંગડી જેવી સામૂહિક રમતોમાં આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. $9$ થી $12$ના વિધાર્થીઓ માટે સ્લો સાઈકલિંગ, $200$ મીઅતર ડોસ, ગોળાફેંક જેવી વ્ય્લ્તિગત રમતો ફૂટબોલ, કબડ્ડી, ક્રિકેટ જેવી સામૂહિક રમતો રાખવામાં આવી હતી. $23$મીએ બપોર પછી શાળાના ટ્રસ્ટીશ્રીઠક્કર સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રીના હસ્તકે વિજેતા વિધાર્થીઓ તેમજ વિજેતા ટીમને ચંદ્રકો અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં તેમજ ગ્રુપને રનીંગ ટ્રોફી આપવામાં આવી. વિધાર્થી – શિક્ષકો – વાળી મંડળ સભ્યો – શાળામાં આમંત્રિત મહેમાનો બધા $23$મી એ સાંજના ચા-પાણી અને અલ્પાહાર કરી છૂટા પડ્યા.
View full question & answer
Question 115 Marks
તમારી શાળામાં ઉજવાયેલ ‘સ્વચ્છતા દિવસ’નો અહેવાલ તૈયાર કરો.
Answer
આદર્શ શાળામાં ઉજવાયેલ ‘સ્વસ્છતા દિવસ’
તા.$24-2-2017$ અમારી શાળા આદર્શ વિધાલયમાં $23$મી ફેબ્રુઆરી,$2017$નાં રોજ ‘સ્વચ્છતા દિવસ’ યોજવામાં આવ્યો. આં માટે $22$મી ફેબ્રુઆરીએ દરેક વર્ગદીઠ વિધાર્થીઓની ટુકડી તૈયાર કરી દરેક ટુકડી માટે એક આગેવાન નક્કી કરવામાં આવ્યો $23$મીએ સવારે નક્કી કરેલ સમય મુજબ આગેવાનો અને તેમની ટુકડી સફાઈ કાર્ય માટે લાગી ગઈ. પ્રથમ દરેક વર્ગખંડની સફાઈ કરવામાં આવી. પછી લોબીમાં, પ્રયોગશાળા, પ્રાર્થનાખંડની સફાઈ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યા. ભાર શાળાના મેદાનમાં ને શાળાના બગીચામાં પણ બધો કચરો, કાગળ, નકામાં પાંદડા વગેરે વીણી લઈને એકદમ સ્વચ્છ કરી દીધું. શાળાનાં આ ‘સ્વચ્છતા દિવસ’માં ફક્ત વિધાર્થી ભાઈ-બહેનો જ નહીં પરંતુ શાળાના આચાર્યશ્રી મહેતા સર ને શિક્ષક ભાઈ-બહેનોએ પણ અમને ખૂબ મદદ કરી. ‘સ્વચ્છ શાળા સુંદર શાળા’ લાગવા માંડી. શાળાના મુખ્ય બોર્ડ પર ‘સ્વચ્છતા જ્યાં પ્રભુતા ત્યાં’નું સૂત્ર લખવામાં આવ્યું. શાળાની સ્વચ્છતા જોઇને શાળાના આચાર્ય અને શિક્ષકગણ ખૂબ ખુશ થયા અને દરેક વિધાર્થીને અભિનંદન પાઠવ્યા.
View full question & answer
Question 125 Marks
ગુરુપૂર્ણીમાની શાળાની કરેલી ઊજવણીનો અહેવાલ લખો.
Answer
શ્રેયાંસ વિધાલયમાં ઉજવાયેલ ગુરુપૂર્ણીમા ઉત્સવ
તા.5-7-2016 અમારી શાળામાં 2-7-2016નાં રોજ ગુરુપૂર્ણીમાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી શિક્ષકો ઉપરાંત અતિથી વિશેષ તરીકે સ્વામી શ્રી સત્યપ્રિયદાસજી ઉપસ્થિત રહ્યાં હતાં. અમારી શાળામાં ઉપરોક્ત નક્કી કરેલા દિવસે સૌ વિધાર્થી ભાઈ-બહેનોને ફ્રી ગણવેશમાં વાલીઓ સાથે આવવાનું આમંત્રણ પહેલેથી મળેલું હતું. અમે સૌ કાર્યક્રમમાં અમારી શાળામાં હાજર થયા હતા. કાર્યક્રમ બરોબર સવારે 9:30થી શરૂ થયો. ગુરુજી અને સરસ્વતીના ફોટા આગળ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની વિધાર્થિનીઓએ સમુહમાં સરસ્વતીની વંદનાં કરી. ત્યારબાદ મુખ્ય અતિથિ વિશેષનું આચાર્યશ્રીએ અભિવાદન કર્યું અને તેમની ઓળખાણ સમગ્ર ફોટાની પૂજા કરી. ત્યારબાદ શ્રી સત્યપ્રિયદાસજી સ્વામીએ તેમના પ્રવચનમાં ગુરુ પરંપરાનું મહત્વ, સાંસારિક અને આધ્યાત્મિક ગુરુપ્રથા, પ્રાચીન સમયમાં ગુરુઓ કેવાં હતા તથા શિષ્મનો ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ કેવો હતો તેના વિશે જણાવ્યું. શાળાના આચાર્યશ્રીએ શ્રી દત્ત ભગવાને સ્વીકારેલા 24 ગુરુઓનું પ્રેરણાદાયક ઉદાહરણ વિધાર્થીઓને આપ્યું. તેમજ ગુરુ અને ગુરુપૂર્ણીમાના મહત્વ વિશે સમજ આપી. ત્યારબાદ દરેક વર્ગશિક્ષક અને આચાર્યશ્રીને તેમની જગ્યા ઉપર ઊભા રાખવામાં આવ્યા. દરેક વિધાર્થી ભાઈ-બહેને ટીમની પાસે જઈ ગુરુતિલક કરી ફૂલ અર્પણ અને તેમના ચારને પડી આશીર્વાદ લીધા. ત્યારબાદ શ્રી સત્યપ્રિયદાસજીના ચરણોના વંદન કર્યા. શાળાના ટ્રસ્ટી મંડળ અને વાલીમંડળના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલા ભોજન સમારંભમાં સૌએ ભાગ લીધો અને ત્યારબાદ બધા છૂટા પડ્યા. આવો સરસ રાહ્યો હતો અમારો ગુરુપૂર્ણીમાનો કાર્યક્રમ.
View full question & answer
અહેવાલ (5-M) - ગુજરાતી STD 12 Commerce Questions - Vidyadip