$l$ લંબાઇ અને $r$ ત્રિજયાવાળી નળીમાંથી $\eta $ શ્યાનતાગુણાંક ધરાવતું પ્રવાહી વહે છે.નળીના બંને છેડેના દબાણનો તફાવત $P$ છે.તેમાંથી એકમ સમયમાં $V$ જેટલા કદનું પ્રવાહી બહાર આવે છે તો ....
$t$ સમયે કણનું સ્થાન $x(t) = \left( {\frac{{{v_0}}}{\alpha }} \right)\,\,(1 - {e^{ - \alpha t}})$ દ્વારા આપી શકાય છે, જ્યાં ${v_0}$ એ અચળાંક છે અને $\alpha > 0$. તો ${v_0}$ અને $\alpha $ ના પરિમાણ અનુક્રમે ............ થાય.
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
ઉષ્મા ઊર્જાનો રાશિ $Q$, પદાર્થને ગરમ કરવા માટે વપરાય છે તે તેના દળ $m$, તેની ચોક્કસસ ઉષ્મા ક્ષમતા $s$ અને પદાર્થના તાપમાન $\Delta T$ માં ફેરફાર પર આધાર રાખે છે. પારિમાણિક પદ્ધતિનો ઉપયોગ કરીને, $s$ માટે સૂત્ર શોધો. ($[s] = \left[ L ^2 T -\right.$ $\left.{ }^2 K ^{-1}\right]$ એ આપેલ છે.)
એક કણની સ્થિતિ ઊર્જા $U=\frac{A \sqrt{x}}{x^2+B}$, ઉદગમબિંદુુથી $x$ અંતરે બદલાય છે , જ્યાં $A$ અને B પારિમાણિક અચળાંકો છે, તો $A B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?
એક નિશ્ચિત મૂળ $u=\frac{A \sqrt{x}}{x+B}$ થી $x$ અંતર સાથે કણોની સંભવિત ઊર્જા બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $A$ અને $B$ ના પરિમાણો અનુક્રમે કયા છે?
એક ભૌતિક રાશિ $a$ એ બીજી ભૌતિક રાશિઓ $b , c , d$ અને $e$ ના સંબંધ દર્શાવતા સૂત્ર $ a ={b^\alpha }{c^\beta }/{d^\gamma }{e^\delta } $ વડે માપી શકાય છે. જો $b , c , d$ અને $e$ ના માપનમાં આવેલી મહત્તમ ત્રુટિ $ {b_1} \%, {c_1} \%, {d_1} \%$ અને $ {e_1} \%$ હોય તો સુત્ર પરથી મેળવેલ $a$ ની કિેમતમાં મહત્તમ ત્રુટિ કેટલી હોય?
એક ભૌતિક રાશિ $A$ બીજા ચાર આવકલોકન $p,q,r$ અને $s$ પર $A=\frac{\sqrt{pq}}{r^2s^3}$ મુજબ આધાર રાખે છે. $p,q,r$ અને $s$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%,$ $3\%,\,\, 0.5\%$ અને $0.33\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
એક ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $M^{-1}L^{3}T^{-2}$ છે. $L, M$ અને $T$ ના માપનમાં અનુક્રમે ત્રુટિઓ $3\%, 2\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$
એક મકાનનો ફોટોગ્રાફ $35\; mm$ ની સ્લાઇડ પર $1.75\; cm^2$ ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઈડને એક પડદા પર પ્રૉજેક્ટ કરતાં પડદા પર મકાનનું ક્ષેત્રફળ $1.55\; m^2$ મળે છે, તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે ?
એકમોની નવી પદ્ધતિમાં ઊર્જા $(E)$, ઘનતા $(d)$ અને પાવર $(P)$ ને મૂળભૂત એકમો તરીક લેવામાં આવે છે, તો પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નું પારિમાણિક સૂત્ર શું હશે?
એક વિદ્યાર્થીં $\left( { g = \,\,\frac{{4{\pi ^2}\ell }}{{{T^2}}}} \right)$ ની ગણતરી માટે પ્રયોગ કરે છે. લંબાઈ $\ell$ માં ત્રુટિ $\Delta \,\ell$ અને સમય $T$ માં $\Delta T$ અને $n$ લીધેલા પરિણામોની સંખ્યા છે. $g$ નું માપન કોના માટે સૌથી ચોકકસાઈ પૂર્વકનું હશે ?
એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$ લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર $10 kg$ ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ $\pm 0.01 mm $અચોકકસતા સાથે $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.
એક સમરૂપ લાકડીની લંબાઈ $100.0 \,cm$ અને તેની ત્રિજ્યા $1.00 \,cm$ છે. જો લંબાઈને $1 \,mm$ ન્યુનતમ માપન શક્તિ ધરાવતા મીટરના સળિયાથી માપવામાં આવે અને ત્રિજ્યાને $0.1 \,mm$ ન્યૂનતમ માપન ક્ષમતા ધરવાતા વર્નીયર કેલીપર્સથી માપવામાં આવે તો નળાકારની ધનતાની ગણતરીમાં પ્રતિશત ત્રુટી ............ $\%$ હશે ?
એક સ્ક્રૂ ગેજમાં અમુક ત્રુટિ છે જેનું મૂલ્ય અજ્ઞાત છે. આપની પાસે બે સમાન સળિયા છે. જ્યારે પહેલા સળિયાને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(I)$ પ્રમાણે દેખાય છે. જ્યારે બંને સળિયાને સાથે શ્રેણીમાં જોડીને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(II)$ પ્રમાણે દેખાય છે. તો સાધનની શૂન્ય ત્રુટિ કેટલા $mm$ હશે?
એક સ્ક્રૂગેજમાં વર્નુળાકાર સ્કેલના પાંચ આંટા રેખીય સ્કેલ પર $1.5\, mm$ નું માપ આપે છે. વર્તુળાકાર સ્કેળ પર $50$ કાંપા હોય તો સ્ક્રૂગેજની લઘુતમ માપશક્તિ કેટલી થાય?
કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $U\, = \,\frac{{A\sqrt x }}{{{x^2} + B}}$ મુજબ બદલાય છે. જ્યાં $A$ અને $B$ પરિમાણ ધરાવતા અચળાંક છે. તો $A/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ $F$ એ $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?
જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા $ H = I^2Rt $ છે કે જ્યાં $I$ વિદ્યુત પ્રવાહ, $R$ અવરોધ અને $t $ સમય છે જો $I, $ $ R$ અને $t$ ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે $3\%, 4\%$ અને $ 6\%$ હોય તો $ H $ ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?
જો ઊર્જા $E = G^p h^q c^r $ છે જ્યાં $ G $ એ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. $h$ એ પ્લાન્ક અચળાંક છે. અને $c$ એ પ્રકાશનો વેગ છે. તો અનુક્રમે $p, q$ અને $r$ નું મૂલ્ય શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*