પૃથ્વીથી $D$ અંતર દૂર અહ હોવાનું અનુમાન છે. જો તેની સપાટીના સંપૂર્ણ છેડાઓ પૃથ્વી પર સ્થિત એક વેધશાળા પર એક $\theta$ ખૂણે આવેલ છે, તો ગ્રહનો વ્યાસ આશરે કેટલો હશે?
પૃથ્વી વ્યાસાંતે આવેલા બિંદુઓ $A $ અને $ B $ પરથી આવકાશીય પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન -દિશા વચ્ચેેનો ખૂણો $2.9 × 10^{-4} rad$ છે. પૃથ્વીનો વ્યાસ $1.28 × 10^4 km$ લઈએ, તો પૃથ્વી અને પદાર્થ વચ્ચે અંતર શોધો.
પ્રાયોગિક રીતે માપેલ રાશિઓ $a, b$ અને $c $ અને $X$ ને $X = ab^2/C^3$ સૂત્રથી દર્શાવવામાં આવે છે. જો $a, b $ અને $c $ ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $\pm 1\%, 3\% $ અને $2\%$ હોય તો $X$ ની પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?
ભૌતિક રાશિ $ X = {M^a}{L^b}{T^c} $ માં $M,L$ અને $T$ માં પ્રતિશત ત્રુટિ $ \alpha ,\beta $ અને $ \gamma $ હોય, તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
ભૌતિક રાશિનું સૂત્ર $w\, = \,\frac{{{a^4}{b^3}}}{{{c^2}\sqrt D }}$ છે. જો $a , b, c$ અને $D $ ના માપનમાં ઉદભવતી ત્રુટિ $1\%, 2\%, 3\% $ અને $4\% $હોય, તો $W$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.
સમય પર આધાર રાખતી રાશિ $P$ ને $P\, = \,{P_0}\,{e^{ - \alpha {t^2}}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\alpha $ અચળાંક અને $t$ સમય હોય તો $\alpha $ નું પારિમાણિક સૂત્ર .....
સાંકડીપટ્ટીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $(10.0 \pm 0.1)\,cm$, $(1.00 \pm 0.01)$ અને $(0.100 \pm 0.001)$ છે. કદમાં સૌથી વધુ સંભવિત ત્રુટિ કેટલી હશે ?
$0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?
કોઇ પદ્ધતિ માં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ જડત્વની ચાકમાત્રાનું પરિમાણિક સૂત્ર શુ થાય?
નળીમાંથી એકમ આડછેદના ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતાં પ્રવાહીનું દળ $P^x$ અને $v^y$ ના સમપ્રમાણમાં છે જ્યાં $P$ એ દબાણનો તફાવત અને $v$ વેગ છે, તો $x$ અને $y$ વચ્ચેનો સંબધ શું થાય?
પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
પાણીની અંદર વિસ્ફોટ થતાં ઉત્પન્ન થયેલ એક પરપોટાના દોલનોનો આવર્તકાળ $P^a\,d^b\,E^c$ ના સમપ્રમાણમાં છે. જ્યાં $P$ દબાણ, $d$ પાણીની ઘનતા અને $E$ વિસ્ફોટની ઉર્જા છે. તો $a,\,b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?
બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.
ભૌતિક રાશિ $m$ જેને $m = \pi \tan \theta $ વડે દર્શાવવામાં આવે છે તેમાં પ્રતિશત ત્રુટિ $\theta $ $=$ .......... $^o$ હોય ત્યારે ન્યૂનતમ થાય. ($\theta $ માં ત્રુટિ અચળ રહે છે)
વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલનો એક કાંપો $1\ mm$ માપે અને વર્નિયર સ્કેલના કાંપા સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ કાંપો $0.95\ mm$, બીજો કાંપો $0.9\ mm$ અને તેવી જ રીતે. જ્યારે પદાર્થને વર્નિયર કેલિપર્સના જબાદની અંદર મૂકવામાં આવે ત્યારે વર્નિયરનો શૂન્ય કાંપો $3.1\ cm$ અને $3.2\ cm$ ની વચ્ચે અને વર્નિયરનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે તો વર્નિયરનું અવલોકન .......... $cm$ હશે.
વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ મિલિમિટરમાં માપન કરે છે અને વર્નિયર સ્કેલના $8$ કાંપા મુખ્ય સ્કેલના $5$ સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયરના બંને જબડા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. એક સળિયાને વર્નિયરના બંને જબડા વચ્ચે મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $36$ કાંપા જેટલું ડાબી બાજુ ખસે છે અને વર્નિયર સ્કેલનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો અવલોકનનું મૂલ્ય .......... $cm$ હશે.
વિદ્યાર્થી દ્વારા વાપરવામાં આવતા વર્નિયર કેલિપર્સ માં $20$ કાંપા છે જે મુખ્ય સ્કેલ પર $1\;cm$ દર્શાવે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $6$ મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. વિદ્યાર્થી વર્નિયર સ્કેલનો ઉપયોગ લાકડાના નળાકારની લંબાઈ માપવામાં કરે છે. વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.20\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો $8$ મો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે તે નળાકારની જાડાઈ માપે છે ત્યારે તેને જાણવા મળે છે કે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $1.50\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો છઠ્ઠો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ અને વ્યાસનું સાચું મૂલ્ય કેટલું હશે?
જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*