બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?
સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર ત્રણ બળ સદીશ $2 \hat{i}+2 \hat{j}, 2 \hat{i}-2 \hat{j}$ અને $-4 \hat{i}$ દ્વારા લગાવવામાં આવે છે. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?
$150^{\circ}$ ના ખૂણે રહેલા બે સદીશોનું પરિણામી મુલ્ય $10$ એકમ છે અને તે એક સદિશ સાથે લંબ રીતે ગોકવાયેલ છે. તો નાના સદિશનું માપન મુલ્ય ............. એકમ થાય ?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. $\overrightarrow{A B}+\overrightarrow{A C}=n \overrightarrow{A O}$ હોય તો $n = $ ........
$\overrightarrow A + \overrightarrow B + \overrightarrow C= 0$ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય $\sqrt 2 $ ગણું કે જે બે સમાન મૂલ્ય સિવાયનું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે ?
એક કણ ઊગમબિંદુ $(0,0) $ થી $(x, y)$ સમતલમાં સુરેખ પથ પર ગતિ કરે છે. થોડા સમયબાદ તેના યામ $(\sqrt 3 ,3)$ થાય છે. કણના ગતિપથે, $x-$ અક્ષ સાથે બનાવેલ કોણ ($^o$ માં) કેટલો હશે?
બે સદિશો $\overrightarrow {A} $ અને $\overrightarrow {B} $ અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$, જો $|\vec A \times \vec B|=\sqrt 3(\vec A \cdot \vec B) $ હોય, તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
સુરેખ પથ પર ઉત્તર દિશામાં $50\; km / hour$ ની અચળ ઝડપે જતી બસ ડાબી બાજુ $90^{\circ}$ એ વળાંક લે છે. વળાંક બાદ પણ જો તેની ઝડપ બદલાતી ના હોય, તો વળાંક દરમિયાનની પ્રક્રિયામાં બસના વેગમાં થતો વધારો .....
$ \vec A,\,\vec B $ અને $ \vec C $ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ છે. જો $ \vec A + \vec B = \vec C $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચે કેટલો ખૂણો થશે?
બે સદિશો $ \overrightarrow P = a\hat i + a\hat j + 3\hat k $ અને $ \overrightarrow Q = a\hat i - 2\hat j - \hat k $ એકબીજાને લંબ હોય,તો $a =$ _________
જો $ |\overrightarrow A \times \overrightarrow B |\, = \,|\overrightarrow A \,.\,\overrightarrow B |, $ હોય તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો ........ $^o$ હશે.
જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
એક દોલકને પ્રારંભિક $\omega$ $rpm$ જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં $T$ જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ $2 \omega$ કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.
બંદૂકમાંથી એક ગોળી $280\,m s ^{-1}$ ની ઝડપે સમક્ષિતિજની ઉપર $30^{\circ}$ ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)$
એક બોલને ઉર્ધ્વદિશા સાથે $60^{\circ}$ ના કોણો, $10\,ms ^{-1}$ ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ $............... ms ^{-1}$ હશે.
ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા $20\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $........\,m$ છે. $\left( g =10\,m / s ^2\right)$
$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા $T$ સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે $'\theta'$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $4R$ છે. પ્રક્ષિપ્ત કોણ $\theta$ $......$ વડે આપી શકાય.
એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરી $5 \,\mathrm{~m} / \mathrm{s}^{2}$ થી પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા એક વ્યક્તિ $t=4 \mathrm{~s}$ સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, બોલનો $\mathrm{t}=6\, \mathrm{~s}$ સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે ?$\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^{2}\right.$ લો$.)$
$A$ અને $B$ બે કણો ક્રમશઃ ${r_A}$ અને ${r_B}$ ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે ${v_A}$ અને ${v_B}$ ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. $A$ ની કોણીય ઝડપ થી $B$ ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
એક કણ ગતિની શરૂઆત કરીને $r$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના $n$ માં પરિભ્રમણ દરમિયાન $\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}$ વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?
જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?
બે ગોળીને એક સાથે $100 \;\mathrm{m}$ દૂર રહેલી $200 \;\mathrm{m}$ ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ $25\; \mathrm{m} / \mathrm{s}$ થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? $\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)$
શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?
$1\, kg $ દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે $3 \,seconds$ બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?
કોઈપણ સમયે, કણના $x$ અને $y$ યામ અનુક્રમે $x=5t-2t^{2}$ અને $y=10t$ છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t =2\,s$ પર કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ R=2.5\; m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ $a= 15\; m/s^2 $ થી આપવામાં આવે છે. આ કણની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
$0.20m$ ત્રિજયાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1\;rad/{s^2}$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. તે ${90^o}$ ખૂણે ફરે, ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?
$100 \,m$ દૂર બંદુક દ્વારા નિશાનને અથડાવવા માટે ગોળીને ........ $cm$ ઊંચાઇ પરથી છોડવી જોઇએ. ગોળીનો સમક્ષિતિજ વેગ $500 \,ms^{-1}$ છે. $( g = 10 \,ms^{-2})$
$2\, kg$ નો પદાર્થ જેનો પ્રારંભિક વેગ $3\, m/s \,OE$ ની દિશામા અને $4N$ બળ $OF$ ની દિશામાં જે $OE$ ને લંબ છે. તો તે $4sec$ માં ........ $m$ અંતર કાપશે.
$400$ મીટરની મહત્તમ સમક્ષિતીજ અવધી પ્રાપ્ત કરવાની શક્ચતા સાથે એક પદાર્થને અવકાશમાં ફૅકવામાં આવે છે. જો પ્રક્ષેપણના બિંદુુને ઉગમબિંદુુ તરીકે લઈએ, તો ક્યા યામ બિંદુ પર પદાર્થનો વેગ ન્યુનતમ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*