Explore our large set of questions to practice for your standard seamlessly
1
$1\,\mu F$ અને $2\,\mu F$ ના કેપેસિટરને $1200\,\ volts$ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે એકની ઘન પ્લેટ ,બીજાની ૠણ પ્લેટ સાથે રહે તેમ સમાંતરમાં જોડતાં નવો વિદ્યુતભાર કેટલો થાય?
$1$ જેટલો ડાઈઈલેક્ટ્રીક અચળાંક ધરાવતા અવાહકથી બનેલો સાધન ગોળો નિયમિત રીતે ચાર્જ કરવામાં આવ્યો છે. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે તેમ ધારી લઈએ તો તેની સપાટીએ $V$ સ્થિતિમાન શૂન્ય લઈએ તો તેના કેન્દ્ર પર કેટલો સ્થિતિમાન મળશે?
$20\, cm$ અને $10\, cm$ ત્રિજ્યાના બહે ધાતુના દરેક પોલા ગોળાઓ પર $150\ \mu C$ નો વિદ્યુતભાર છે. તો તેમને તાર વડે જોડતાં સામાન્ય વિદ્યુતસ્થિતિમાન ...... $V$ છે.
$20\ \mu F$ કેપેસિટરન્સના કેપેસિટરમાં પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ છે. જો $1\ mm$ પહોળાઈ અને $2$ ડાય-ઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાય-ઈલેકટ્રીક ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે, તો નવું કેપેસિટન્સ.....$\mu F$
$20\,\mu F$ ના કેપેસીટરને $500\;volts$ વડે ચાર્જ કરીને બીજા $10\,\mu F$ કેપેસીટર જેને $200\;volts$ વડે ચાર્જ કરેલ છે તેની સાથે સમાંતરમાં જોડેલ છે. તો બંને વચ્ચેનો સામાન્ય વિદ્યુતસ્થિતિમાન કેટલા $volts$ હશે?
$2\, g$ દળની બુલેટનાં વિધુતભાર $2$ $\mu$ $C$ છે તમે કેટલા વિધુત સ્થિતિમાને પ્રવેગીત કરતા તે સ્થિરમાંથી ગતિની શરૂઆત કરતા $10\, m/s$ ની ઝડપ પ્રાપ્ત કરશે ?
$30 \,cm$ અને $5 \,cm$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર $3\ \mu c$ અને આંતરિક કવચ પર $0.5\ \mu c$ વિદ્યુતભાર હોય તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે?
$3\,\mu F$ અને $6\,\mu F$ ના કેપેસિટરને $12\, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે એકની ઘન પ્લેટ ,બીજાની ૠણ પ્લેટ સાથે રહે તેમ સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા......$volt$ થાય?
$3\ \mu F$ અને $6\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને $12\ V$ ના સ્થિતિમાને વિદ્યુતભારિત કરેલા છે. હવે, તેઓને એકબીજાની ધન પ્લેટો સાથે રહેલી દરેક ઋણ પ્લેટો સાથે જોડવામાં આવે છે. તો દરેકની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલા........$V$ હશે ?
$4\ \mu F$ ના કેપેસીટરને $80\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે $6\ \mu F$ કેપેસીટરને $30\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે જ્યારે તેમને જોડવામાં આવે તો $4\ \mu F$ કેપેસીટર દ્વારા ગુમાવાતી ઉર્જા .....$mJ$
$64$ મરક્યુરીના ટીપા દરેકને $10\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. તેમને ભેગા કરીને એક મોટુ બુંદ બનાવવામાં આવે છે તો આ બુંદનો વિદ્યુત સ્થીતીમાન........$V$
$6\, \mu F, 3\, \mu F$ અને $9\, \mu F$ મૂલ્ય ધરાવતા ત્રણ કેપિસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. અને આ સંયોજનને $10$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $9\, \mu F$ કેપિસિટરની પ્લેટો વચ્ચેનો સ્થિતિમાન તફાવત કેટલા ......$V$ હશે ?
$6\ \mu F$ ક્ષમતા વાળા કન્ડેન્સરને $100\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે તેને બીજા $14\ \mu F$ ક્ષમતા વાળા વિદ્યુતભાર રહીત કન્ડેન્સર સાથે જોડીને છોડી દેવામાં આવે છે. તો $6\ \mu F$ અને $14\ \mu F$ વાળા કન્ડેન્સર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર તથા $6\ \mu F$ પરનો વિદ્યુત સ્થીતીમાન.....
$A$ અને $B$ બે વાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે $1\, mm$ અને $2 \,mm$ છે અને તેઓ વિદ્યુતભારિત કરેલાં છે તથા $5\, cm$ અંતરે રાખેલા છે. હવે તેમને વાહક તારથી જોડતાં સમતોલન સ્થિતિમાં તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર ...... છે.
$A$ કેપેસિટરની કેપિસિટિ $1\ \mu F$ છે. તેને $15$ ડાઈઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરેલ છે. બીજા કેપેસિટર $B$ ની કેપેસિટિ $1\ \mu F$ છે. બંનેને અલગ રીતે $100\ V$ ની બેટરીઓ વડે ચાર્જ કરવામાં આવે છે. બંને કેપેસિટરોને ચાર્જ કર્યા બાદ બેટરી અનને ડાઈઈલેકટ્રીક વગર સમાંતરમાં જોડવામાં આવે છે. તો બન્ને સામાન્ય સ્થિતિમાન...... $V$ માં ગણો.
$A$ ક્ષેત્ર ધરાવતી દરેક $1, 2, 3, 4$ અને $5$ પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $(d)$ સમાન અંતરે અને સમાંતર એક બાજુએથી નિયત કરેલી છે. પ્લેટ $1$ અને $4$ અને પ્લેટ $3$ અને $5$ ને સુવાહક દ્વારા આકૃતિ મુજબ જોડેલ છે. નો બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનો કેપેસિટન્સ શોધો.
$C_1 =1\ C, C_2 = 2\ C, C_3 = 3 \ C$ અને $C_4 = 4\ C$ ને સમાન કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોના નેટવર્કને આકૃતિ મુજબ, બેટરી સાથે જોડવામાં આવે છે. તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુત ભારોનો ગુણોત્તર શોધો.
$C$ અને $2C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે અને $'V'$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરેલા છે. ત્યારે બેટરીને દૂર કરી અને કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકના દ્રવ્ય વડે પૂર્ણ રીતે ભરવામાં આવે છે. તો કેપેસિટરનો સ્થિતિમાન તફાવત નક્કી કરો.
$C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારે તેને બહાર લઈ અને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.
$d$ જેટલું પ્લેટોનું અંતર ધરાવતા કેપેસીટરને $V$ સ્થિતિમાટે રાખેલ છે. બેટરીથી છુટો કરી દીધા બાદ તેનામાં $\frac{d}{2}$ જેટલી જાડાઈનો એવો ડાઈઇલેક્ટ્રીક દાખલ કરાય છે કે જેને ડાઈઇલેકટ્ટીક અચળાંક $2$ છે. હવે તેનાં બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે ?
$(i) t$ $\rightarrow 0$ સમયે (પ્રારંભિક) $ (ii) t$$ \rightarrow $ $\infty$ સમયે (લાંબા સમય પછી) $t = 0$, સમયે સ્વીચ કળા બંધ છે ત્યારે બેટરીમાંથી વિદ્યુતપ્રવાહ ગણો.
$K$ જેટલો ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રીક ને એક $q$ જેટલો ચાર્જ ધરાવતા કેપેસીટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. બે પ્લેટો વચ્ચે ઉત્પન્ન થયેલો પ્રેરિત ચાર્જ $q^{\prime}$ કયા સુત્રથી મળે?
$Millikan's$ ના તેલના ટીપાના પ્રયોગમાં $Q$ વિદ્યુતભારને બે પ્લેટો વચ્ચે $2400\, V$ ના વિદ્યુતસ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર રાખેલ છે બીજા અડધી ત્રિજ્યા ધરાવતા ટીપાંને સ્થીર રાખવા માટે $600\,V$ નો વિદ્યુત સ્થીતીમાનનો જરૂરી છે તો બીજા ટીપા પરનો વિદ્યુતભાર....
$-q, Q$ સાથે $-q$ વિદ્યુતભારને એક સીધી રેખા પર સરખાં અંતરે ગોઠવવામાં આવે છે. જો આ ત્રણેય વિદ્યુતભારની પ્રણાલીની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $Q : q$ નો ગુણોતર કેટલો થશે?
$q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતાં બે સરખાં વાહક ગોળાઓ એકબીજાથી $d$ જેટલાં અંતરે હવામાં રહેલા છે. બંને ગોળાઓની ત્રિજ્યા $r$ છે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર બંને ગોળાઓથી બનતી પ્રણાલીનું કેપેસીટન્સ મેળવો.
$+q$ અને $-q$ વિદ્યુતભારો બિંદુ $A$ અને $ B$ આગળ $2L$ અંતરે મૂકેલા છે. $C$ એ $A$ અને $B$ ની વચ્ચેનું મધ્યબિંદુ છે. $+Q$ વિદ્યુતભારને અર્ધ વર્તૂળ $CRD$ માર્ગ ગતિ કરવા માટે થતું કાર્ય ....... છે.
$R_1$ અને $R_2$ ત્રિજ્યાવાળા બે ગોળાઓ પાસે સમાન વિદ્યુતભાર છે, તોઓને કોપર તાર વડે જોડેલ છે. જો તેઓને એકબીજાથી અલગ કર્યા બાદ દરેક ગોળા પરનો સ્થિતિમાન $V$ હોય તો કોઈ એક ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર કેટલો હોય ?
$r$ ત્રિજયા અને $q$ વિદ્યુતભાર ધરાવતાં $64$ બૂંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે.જો વિદ્યુતભાર લિક થતો ન હોય તો બૂંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
$r$ ત્રિજ્યા તથા $q$ વિદ્યુતભાર ધરાવતા મરક્યુરીના $64$ નાના ટીપા ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે છે તો દરેક નાના ટીપાનો તથા મોટા બુંદની પૃષ્ટ વિદ્યુતભારનો ગુણોત્તર....
$R$ ત્રિજ્યાવાળા પોલા ગોળાથી $2 R$ અંતરે એક બિંદુવત્ વિદ્યુતભાર $q$ મુક્વામાં આવે છે. આ વિદ્યુતભાર મુક્વા દરમિયાન ગોળાનાં કેન્દ્ર પર ઉત્પન્ન કે પ્રેરીત તથા વિદ્યુતભારનું મુલ્ય કેટલું હશે?
$r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?
$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ આગળ $10^{-3}\ \mu C$ નો એક વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ $A$ અને $B$ $(\sqrt 2 ,\,\,\sqrt 2 )$ અને $(2, 0)$ આગળ ગોઠવેલા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.
$Y$ અક્ષ પર આવેલા બે બિંદુઓ $A$ અને $B$ ઊગમબિંદુથી $12.3\ cm$ . અને $12.5\ cm$ અંતરે આવેલા છે. આ બિંદુઓ આગળ સ્થિતમાન અનુક્રમે $56\, V$ અને $54.8 \,V$ છે. $Y$ અક્ષ પરના બિંદુ $A$ આગળ $4\ \mu C$ નો વિદ્યુતભાર મૂકતાં તેના પર બળનો કયો ઘટક હશે ?
આકૃતિમાં $5 \;nc$ નો ચાર્જ ધરાવતો ઘન ગોળાર્ધ બતાવેલ છે. જેને તેના કદ પર સમાન રીતે વીજભારિત કરેલ છે. ગોળાર્ધ સમતલ પર રાખેલ છે. બિંદુ $p$ એ, વક્રના કેન્દ્રથી $15 \;cm$ અંતર છે. ગોળાર્ધ દ્વારા $p$ પર વિદ્યુતસ્થિતિમાન ..... $V$
આકૃતિમાં $A$ દર્શાવ્યા મુજબ એક કેપેસીટર ડાઈઈલેક્ટ્રીક ($K=2$) વડે અડધો ભરાયેલ છે. જો આકૃતિનાં બીજા ભાગ $B$ પ્રમાણે તે અડધો ભરાયેલ હોય તો ડાઈઈલેક્ટ્રીકની એવી જાડાઈ શોધો કે જેનાથી કેપેસીટરની ક્ષમતા એટલી જ રહે?
આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.
આકૃતિમાં $C_1=10 \mu F , C_2=C_3=20 \mu F$, અને $C_4=$ $40 \mu F$ દર્શાવેલ છે. જો $C_1$ પર $20 \mu C$ જેટલો ચાર્જ રહેલો હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A$ ક્ષેત્રફળ ધરાવતી દરેક ત્રણ સમાંતર ધાતુની પ્લેટો મુકેલી છે અને $Q_1$, $Q_2$ અને $Q_3$ વિદ્યુતભારો તેઓને આપવામાં આવે છે. છેડા (ધાર) પરની અસરો નગણ્ય છે. તો સૌથી બહારની બે સપાટીઓ $'a'$ અને $'f'$ પરનો વિદ્યુતભાર ગણો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એેક $1\,m$ ત્રિજ્યાવાળા પોલા ગોળાને અન્ય સમકેન્દ્રી $3\,m$ ત્રિજ્યાવાળા પોલા ગોળાથી અંકેલો છે. જો બહારનાં ગોળાને $6 \mu C$ નો વિજભાર આપવામાં આવે અને અંદરનાં ગોળાને પૃથ્વી સાથે જો ડવામાં આવે તો અંદરનાં ગોળા પરના વિજભારનું મુલ્ય ............. $\mu C$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ત્રણ ચાર્જને અને સમબાજુ ત્રિકોણના ખુણાઓ પર મુકેલ છે. આ ત્રિકોણના કેન્દ્ર માટે કયું વિધાન;તેના કુલ સ્થિતિમાન $V$ અને વિદ્યુત ક્ષેત્ર $E$ માટે સત્ય છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપેસિટરર $C _1$ અને $C _2=2 C _1$ ને તેમની વચ્ચે સ્વિય રહે તેમ પરિપથમાં જોંડલ છે. પ્રાંભમાં સ્વિચ ખુલ્લી છે અને વીજભાર $Q$ છે. $C _1$ પર સ્વીય બંધ છે. સ્થિર સ્થિતિમાં, દરેક કેપેસિટર પર વીજભાર $................$
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે. વિદ્યુત ક્ષેત્ર $\mathop E\limits^ \to $ અને તેના કેન્દ્ર આગળનું સ્થિતિમાન $V$ લો. જો $A$ અને $B$ એ પરના વિદ્યુતભારોને $D$ અને $C$ અદલ બદલ કરવામાં આવે તો......
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?
આકૃતીમાં દર્શાવ્યા મુજબ $A$ બિંદુ આગળ $+1200\, V$ વિદ્યુત સ્થીતીમાન આપેલ છે તથા $B$ બિંદુને શૂન્ય સ્થીતીમાને રાખેલ છે. તો $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન.....$V$
આઠ સમાન વિદ્યુતભારિત ટીપાઓ ભેગા થઈને એક મોટા ટીપાની રચના કરે છે. જો દરેક ટીપાનું સ્થિતિમાન $10\ V$ હોય તો મોટા ટીપાનું સ્થિતિમાન........$V$ જેટલું થશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*