મેગ્નેટીક મેરીડીયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ $22^o$ કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35\; G$ જેટલો આપેલ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનું માન શોધો.
બે સમાન દળ ધરાવતા ચુંબકને આકૃત્તિ મુજબ રાખેલા છે.ચુંબક $1$ ની મેગ્નેટીક મોમેન્ટ ચુંબક $2$ કરતાં ત્રણ ગણી છે.તો સમતોલન સ્થિતિમાં ચુંબક $1$ એ મેગ્નેટિક મેરીડીયન સાથે કેટલો ખૂણો બનાવે?
સમક્ષિતિજ સમતલમાં ચુંબકને રાખેલ છે. જેથી તે દોલન કરી શકે. તે એક સ્થાને એક મિનિટમાં $30^{\circ}$ જેટલાં ડીપ એન્ગલે $20$ દોલનો તથા ત્રીજા સ્થાને એક મિનિટમાં $60^o$ જેટલાં ડીપ એન્ગલે $15$ દોલનો કરે છે. તો બંને સ્થાને પૃથ્વીનાં કુલ યુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર
સમાન દળ,લંબાઇ અને પહોળાઇ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $M $ અને $2M$ છે.તેમને સમાન ધ્રુવો ભેગા રાખીને બાંધીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ $3 \,sec$ મળે છે. તો અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?
ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી $60^o $ ફેરવવા થતું કાર્ય $\sqrt 3 \;J$ છે. તો તેને આ સ્થિતિમાં રાખવા માટે કેટલા ટોર્ક ($J$ માં) ની જરૂર પડે?
ચુંબકીય મેરિડિયનમાં નાનો ગજિયા ચુંબક ધરાવતા દોલન મેગ્નેટોમીટર મૂકવામાં આવે છે. જો પૃથ્વીના $24$ માઇક્રોટેસ્લા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક $2$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે પૃથ્વીનાં ક્ષેત્રની વિરુદ્ધ પ્રવાહધારિત તાર દ્વારા $18$ માઇક્રોટેસ્લાનું સમક્ષિતિજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થાય?
બે સરખાં ગજિયા ચુંબકોને $d$ અંતરે જડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુતભાર $Q$ ને બંને ચુંબકોનાં વચ્ચેનાં ભાગમાં $P$ બિંદુએ કેન્દ્ર $O$ થી $D$ અંતરેથી રાખવામાં આવે છે. $Q$ વિદ્યુતભાર પર લાગતું બળ
બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો
ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી $90^o$ ફેરવવા માટે કરવું પડતું કાર્ય એ તેને $60^o$ ફેરવવા માટે કરવા પડતા કાર્ય કરતા $n$ ગણું છે. જ્યાં $n$ નું મૂલ્ય કેટલું હશે?
$0.1\times 10^{-5}$ ટેસ્લા સમક્ષિતિજ ઘટક ધરાવતા સ્થળે ચુંબક એક મિનિટમાં $40$ દોલનો કરે છે.બીજા સ્થળે એક દોલન માટેનો સમય $2.5\,sec$ હોય તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક .... .
એક દ્રવ્યની સાપેક્ષ પરમીટીવીટી અને પરમીએબિલિટી અનુક્રમે $\varepsilon_{ r }$ અને $\mu_{ r }$ છે. એક ડાયામેગ્નેટીક દ્રવ્ય માટે આ રાશીઓના નીચેનામાંથી કયા મૂલ્યો સ્વીકાર્ય છે ?
ચુંબકીય સોય $N_1,N_2$ અને $N_3$ એ અનુક્રમે ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થમાંથી બનાવેલી છે. જ્યારે યુંબક્ને તેમની નજીક લાવવામાં આવે, તો ....
પાતળા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તેના દોલનોનો આવર્તકાળ $T$ મળે છે. હવે તેને બે સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.(બન્નેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં અડધી છે) અને તેમાંથી એક ભાગને સમાન ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવતા તે $T'$ આવર્તકાળથી દોલનો કરે છે તો $\frac{{T'}}{T}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]
એક $12\,V,60\,W$ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા $(secondary)$ સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા $(primary)$ને $220\,V$ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં $.......\,A$ પ્રવાહ વહેશે.
$1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*