$V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$ સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$ બાર.
એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
કેન સુગરનું $5\% w/v$ દ્રાવણ (અ.ભાર. $342$) એ અજ્ઞાત દ્રાવ્યના $ 1\% w/v $ દ્રાવણ સાથે આઇસોટોનીક થાય છે. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર ગ્રામ/મોલ માં કેટલું થાય ?
કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
ચોક્કસ તાપમાને પાણીનુ બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ છે. તેમાં વિધુતઅવિભાજ્ય પદાર્થ ઉમેરતા તેમાં $300\, N\, m^{-2}$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી ............. $\mathrm{m}$ થશે.
જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
જો $293\,K$ એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$ લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$ એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$ બાર.
જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$ પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
જો સુગર કેનનું $ 6.84\% $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$ મોલ$^{-1}$ $kg$ અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$ મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$ છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$ જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$ કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
દ્રાવણને બનાવવા $125\,cm^3$ આઈસો પ્રોપાઈલ આલકોહોલને પાણીમાં ત્યાં સુધી ઉમેરવામાં આવે કે જ્યાં સુધી દ્રાવણનું કદ $175\,cm^3$ થાય. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલના કદ અંશ અને કદ ટકાવારી શોધો.
નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$ કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*