તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતાં જોયાં છે? (ઉદાહરણ તરીકે સરકસમાં, રોડ પર અથવા પાર્કમાં)
શું તમે આ જોયું છે? ક્યારે?
કયાં પ્રાણીઓના ખેલ તમે જોયા છે?
હા, હું મારા માતાપિતા સાથે ગયા મહિને સરકસ જોવા ગયો હતો, ત્યાં મેં હાથી, ઘોડા, વાઘ અને રીંછ, જેવાં પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતાં જોયાં હતાં. કોઈક વાર રોડ પર બતાવાતા ખેલમાં સાપ, માંકડાં અને રીંછનો મનોરંજન માટે ઉપયોગ થતો જોયો છે.