Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
$0.3\,g$ દળ અને $8\,g / cc$ જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા $1.3\,g / cc$ હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ $x \times 10^{-4}\,N$ હશે . [g $:=10 m / s ^2$ લો.]
જ્યારે બ્લોક હવામાં હોય ત્યારે સ્પ્રિંગ માપન $60 \,N$ છે. જ્યારે તેને પાણીની અંદર નાખવામાં આવે ત્યારે તેનું માપન $40 \,N$ છે. તો બ્લોકનું વિશિષ્ટ ઘનતા કેટલું ?
$800 \,kgm ^{-3}$ ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ $a$ થી ઘટીને $\frac{a}{2}$ થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4100 \,Pa$ છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ $\frac{\sqrt{x}}{6} ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. $\left( g =10 ms ^{-2}\right.$ છે.)