Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q$ વિજભાર ધરાવતાં $L$ લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ $P$ પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ $P$ નું સળિયાનાં કેન્દ્ર થી અંતર $a=\frac{\sqrt{3}}{2} L$ છે.
એકબીજાથી $\mathrm{rcm}$ અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો $\mathrm{q}_1$ અને $\mathrm{q}_2$ વચ્ચે લાગતુ બળ $\mathrm{F}$ છે. જો આ બંને વિદ્યુતભારો ને $\mathrm{K}=5$ ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ $\mathrm{r} / 5 \mathrm{cm}$ અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ ......
મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં એક વિજભાર ટર્મિનલ વેગ $V$ થી ગતિ કરે છે. જો $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર શિરોલંબ દિશામાં ઉપર તરફ લગાવવામાં આવે તો તે ઉપર તરફ $2V$ જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. જો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને $\frac{E}{2}$ કરવામાં આવે તો આ ટર્મિનલ વેગ કેટલો થાય?
$\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિજભારને એકસમાન વિદ્યુતક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે.જો કણ પર બીજા કોઈ પણ પ્રકારનું બળ લાગતું ના હોય તો કણ માટે વેગ $v$ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ કેવો મળે?
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળની વિજભાર ઘનતા $0 \leq r \leq R$ માટે $\rho = {\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)$ મુજબ આપવામાં આવે છે. તો બોલની બહાર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
$5\,\mu C$,$0.16\,\mu C$ અને $0.3\,\mu C$ નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ $A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm $ અને $C A=3\,cm$ અને $A$ એ કાટકોણ હોય તેના શિરોબિંદુ $A, B, C$ પર મૂકવામાં આવેલ છે. $A$ ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે $.........N$ જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.
$4\,\mu\,C$ વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય $..........$ થશે.