Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાંતર તાર ${i_1}$ અને ${i_2}$ વિધુતપ્રવાહનું વહન કરે છે. (${i_1} > {i_2}$ ) જયારે પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે તારની મઘ્યમાં આવેલ બિંદુએ ચુંબકીયક્ષેત્ર $10\, \mu T. $ છે.જયારે ${i_2}$ ની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તે બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર $30\, \mu T.$ થાય તો $\frac{i_1}{i_2}$ કેટલું થાય?
$50$ કાંપા ધરાવતા ગેલ્વેનોમીટરમાં પૂર્ણ આવર્તન માટે $50\,{mV}$ vની જરૂર પડે છે. જો તેની પ્રવાહ સંવેદિતા $2$ કાંપા$/mA$ હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
એક વર્તુળાકાર વિદ્યુતપ્રવાહધારિત ગુંચળાની ત્રિજ્યા $R$ છે. ગુંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીયક્ષેત્રની તીવ્રતા તેના કેન્દ્ર પરની તીવ્રતા કરતા $\frac{1}{2 \sqrt{2}}$ ગણી હશે?
$e$ વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રોન $v$ વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેના પર ધન $y$ દિશામાં લાગુ છે.ઈલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં કાર્ય કરે છે ? (જ્યાં બહાર તરફની દિશા, ધન $Z-$અક્ષ તરીકે લેવામાં આવી છે)
એક એકરૂપ સુવાહક તાર $A B C$ નું દળ $10\,g$ છે. તેમાંથી $2\,A$નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તારને એક્સમાન ચુંબકીય ક્ષેત્ર $B=2\,T$ માં રાખેલ છે. તારનો વેગ ........... $ms ^{-2}$ હશે.