$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત ........ $ms^{-2}$ મળશે. $(g = 10\, ms^{-2})$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.
$20\,kg$ નો બ્લોક ઘર્ષણવાળી સપાટી પર સ્થિર પડેલ છે.તેને ગતિમાં લાવવા $75\, N $ નું સમક્ષિતિજ બળ જરૂર પડે છે.તે ગતિમાં આવ્યા પછી $60\, N$ નું બળ અચળ ઝડપ રાખવા માટે જરૂર પડે છે.તો સ્થિત ઘર્ષણાંક કેટલો થાય?
$30^{\circ}$ ના ઘર્ષણરહિત ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી એક પદાર્થ નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેને નીચે આવતા $T$ સમય લાગે છે. જ્યારે સમાન પદાર્થ સમાન ખૂણો ધરાવતા ખરબચડા ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે તેને સમાન અંતર કાપતા $\alpha {T}$ જેટલો સમય લાગે છે. જ્યાં $\alpha$ એ $1$ કરતાં મોટો અચળાંક છે. પદાર્થ અને ખરબચડી સાપતિ વચ્ચેનો ઘર્ષણાંક $\frac{1}{\sqrt{{x}}}\left(\frac{\alpha^{2}-1}{\alpha^{2}}\right)$ છે, જ્યાં $x$ કેટલો હશે?
બ્લોકને $\theta $ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ જ ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો છે.તો બ્લોક અને ઢાળ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો થશે?