Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
એક સમક્ષિતિજ સમતલ પર $2m$ ત્રિજ્યાવાળી ગોળીય તકતી ગોઠવેલી છે. જેના અંતર્ગોળ પૃષ્ઠ પર $1 g$ દળનો એક કણ દોલીત ગતિ કરે છે. જો કણની ગતિની શરૂઆત સમક્ષિતિજ સમતલથી $1 cm $ ઉંચાઈએ આવેલી તકતી પરના એક બિંદુથી થાય છે અને ઘર્ષણ ગુણાંક $0.01$ છે. કણ સ્થિર સ્થિતિએ રહેલ અંતર્ગોળ પૃષ્ઠના નીચેના ભાગે આવે તે પહેલા તેણે કુલ ........ $m$ અંતર કાપ્યું હશે.
એક $m $ દળનો લીસો ગોળો $u$ વેગથી પૃષ્ઠ (સપાટી) પર ગતિ કરે છે જે તેટલા જ પરીમાણના $2m $ દળના બીજા લીસા ગોળા સાથે અથડાય છે. સંઘાત પછી બીજા ગોળાના વેગની અવધિ કેટલી હશે ?
$m _{1}$ દળ ગતિ કરીને સ્થિર રહેલા $m _{2}$ દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના $m _{2}: m _{1}$ દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.
$50 kg$ ના બોમ્બને $100 m/sec$ ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$ પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$ નો ટુકડો $150 m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ, એક પદાર્થને લીસા ટ્રેક ઉપર $A$ સ્થાને થી છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ $B$ પર પહોંચે છે, ત્યારે ટ્રેક વડે તેના પર લાગેલ લંબપ્રતિક્રિયા બળ ....... છે?