Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
$1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?
એક પાતળા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી $a$ અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે $\frac{a}{3}$ અંતરે માળાતું હોય તો $a$ કેટલું હશે?
$f$ કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ $\left( {\mu = \frac{3}{2}} \right)$માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને$\frac{5}{3}$ છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે $f_1$ અને $f_2$ છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :
માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
સ્થાનાંતર રીતમાં સ્પષ્ટ પ્રતિબિંબ માટે લેન્સ બે સ્થાન છે. લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \,cm$ અંતરે અને બીજુ $80 \,cm$ અંતરે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.
જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.