Question
આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દોમાં લખો.

Answer

મંદિરમાં ભગવાનને વિશાળ ભવ્ય મહાલયમાં ગમતું નથી. પાષાણની દીવાલો છે ને દ્વાર પણ સાંકડા છે. ઘંટના અવાજથી ભગવાનના કાન ફાટે છે. ધૂપથી શ્વાસ રૂંધાય છે . ફૂલમાળાથી અપવિત્ર થઈ જવાશે એમ લાગે છે. ભગવાનને આ મંદિર સ્વાર્થનું બંધાયેલું હોય એમ લાગે છે. એટલે અકળાયેલા ભગવાન પૂજારીને મંદિરમાંથી પાછા જવાનું કહે છે.
ઈશ્વર તો પ્રેમના ભૂખ્યા છે. ઈશ્વરની ખરી સેવા કરનાર તો ઈંટ બનાવનાર અને મૂકનાર છે. તેમજ રાત$-$દિવસ નિદ્રા ન લેતા એરણ સાથે હથોડા પછાડી ઘંટ બનાવે છે ને મહેનત કરે છે . ભગવાનને મંદિર બાંધનાર મજૂરો ગમે છે. કારણકે મંદિરના નિર્માણ પથરા ઉપાડી લોહીનું પાણી કરી સાચી સેવા તેઓ કરે છે ને બીજા તો ખાલી મંદિરનું નામ ખાટી જાય છે.
ખેડૂતો જે લોકો માટે રાત$-$દિવસ જોયા વિના ખેતી કરી પરિશ્રમ કરે છે. એ પરસેવામાં$-$ભગવાનને ધૂપની સુગંધ મળે છે. ણમાં કવિને મંદિરનો ઘંટ સંભળાય છે. જેણે ભગવાનના મંદિરમાં ખરી મહેનત કરી તેને મંદિરમાં પ્રવેશ મળતો નથી એનું ભગવાનને દુઃખ છે. જ્યારે મંદિર નિમણિ અને કંઈ કામ ન કરનાર પૂજારી ઈશ્વરની સામે જઈ ધૂપ$-$દીપ$-$આરતી$-$નૈવેદ્ય કરી ખોટા નામ ખાટી જાય છે. ઈશ્વર પૂજારી અને આવા ખોટા બાહ્ય આડંબર કરનારા સામે રોષ પ્રગટ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મારૂ ઘર' માં વતનપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
‘પુજારી તું પાછો જા’ કાવ્યનું શીર્ષક સમજાવો.
‘પિતાની સેવા’ કાવ્યમાંથી પ્રગટતો પિતૃવાત્સલ્યનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
‘સુદામાચરિત્ર’ કાવ્યમાં રજુ થયેલી સુદામાની દરિદ્રતા તમારા શબ્દોમાં વર્ણવો.
‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
“હરિના દર્શન' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
પિતાએ પુત્રની લીધેલ કાળજી વિષે કાવ્યના આધારે વિગતો લખો.
પુત્ર પિતાજીના ક્યાં ક્યાં પુણ્ય સ્મરણો વાગોળો છે$?$
‘સુદામાચરિત્ર’ ને આધારે કવીએ ભાગ્ય-નસીબની કઈ કઈ વાતો રજુ કરી છે$?$ તે વર્ણવો.
સુદામાપત્ની સુદામાને શ્રીકૃષ્ણ પાસે જઈ દરિદ્રતા દુર કરવા માટે કયા ક્યાં દ્રષ્ટાંતો આપે છે તે સવિસ્તાર જણાવો.