Question
“હરિના દર્શન' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.

Answer

'હરિનાં દર્શન' કવિ ન્હાનાલાલનું સુંદર ભક્તિગીત છે. ન્હાનાલાલ ઉત્તમ ઊર્મિકવિ અને ડોલનશૈલીનાં સર્જક છે. કવિ આ ભક્તિગીતમાં ઈશ્વરની સર્વવ્યાપકતાની સામે મનુષ્યમાં રહેલી મર્યાદાને વર્ણવે છે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિના અણુ અણુમાં રહેલા છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ તેનાં પદમાં $($અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ !'$)$ કહ્યું છે. કવિ કહે છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો ઈશ્વરની કૃપા પણ જોઈએ . કવિ શરૂઆતમાં કહે છે કે મ્હારાં નયણાંની આળસને કારણે હરિના દર્શન થઈ શક્યા નહિ. આંખનો પલકારો ન માર્યો, ના હરિના દર્શનની ઝાંખી કરી, હૃદયમાં શોક-મોહનો અગ્નિ તપી રહ્યો છે એટલે સમગ્ર સૃષ્ટિના અણુએ અણુમાં જડને ચેતનમાં છવાયેલા પરમાત્માને જોઈ શકાતા નથી. કવિ વ્યક્તિમાં રહેલી મયર્દાને સ્પષ્ટ કરે છે. હરિએ ગગનમાં સદા છવાયેલા રહે છે. વાયુની જેમ વ્યક્તિનાં હૃદયમાં વહેતા રહે છે. સહેજ આંખ ખૂલતા સામે દર્શન આપે છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા પરમાત્મા કદીયે અળગા થતા નથી. ઘુવડ સો વર્ષ જીવે પણ તેને કદી પ્રકાશની દિવસની ખબર પડતી નથી. તેવી રીતે વ્યક્તિ પણ જો પોતાનામાં રહેલા પરમાત્માને ન ઓળખે તો હરિના દર્શન વિના જીવન પૂરું થઈ જાય છે. પરમાત્મા સાગર જેવા વિશાળ છે, નજરમાં સમાતા નથી એટલે આપણે હરિને વિરાટ કહીએ છીએ. પ્રભુના - હરિના દિવ્ય લોચનિયા ખુલે તો વ્યક્તિને હરિના દર્શન થઈ શકે છે. વ્યક્તિએ આળસ છોડી પ્રભુની એક ઝાંખી કરે તો હરિના દર્શન કરી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
‘પિતાની સેવા’ કાવ્યમાંથી પ્રગટતો પિતૃવાત્સલ્યનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
આ કાવ્યમા રજુ થયેલુ વસંતૠતુનુ સૌંદર્ય તમારા શબ્દોમા વર્ણવો.
“હરિના દર્શન' કાવ્યમાં રજુ થયેલી કવિની હરિદર્શન તાલાવેલી વર્ણવો.
કવયિત્રીએ પાણીના ટીપાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલું સહવાસનું મહત્વ સમજાવો.
'વિસામો' કાવ્યનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
'મારૂ ઘર' માં વતનપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
પુત્ર પિતાજીના ક્યાં ક્યાં પુણ્ય સ્મરણો વાગોળો છે$?$
‘એક જ દે ચિનગારી’ શિર્ષકની યથાર્થતા ચર્ચો.
‘ભવિષ્યવેત્તા’ કાવ્યમાં બહેને જોયેલું ભાઈનુ ભાવી તમારા શબ્દોમાં લખો.