પધ : એક જ ડે ચિનગારી — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : એક જ ડે ચિનગારી4 Marks
Question
‘એક જ દે ચિનગારી’ કાવ્યમાં રજુ થયેલી કવિની ઝંખના વર્ણવો.
✓
Answer
'એક જ દે ચિનગારી' કવિ હરિહર ભટ્ટનું ખૂબ જ સુંદર પ્રાર્થના ગીત છે. કવિની પ્રભુની કૃપા માટેની તીવ્ર ઝંખનાનું આલેખન આ કાવ્યમાં થયું છે. આત્માની ગતિ પરમાત્માને પામવા તરફ હોય છે. પરમાત્મા એ મહાનલ $($મોટા અગ્નિ$)$ સ્વરૂપ છે. પરમાત્માની કૃપા થાય તો ફકત એક ચિનગારી જ પૂરતી છે.
સમગ્ર જીવન અનેક મુસીબતો, તકલીફોમાં પસાર થયું. જીવનમાં અનેક વિપત્તિઓ આવી. આ વિપત્તિમાં મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે છે તેની કૃપા મેળવવા ઝંખે છે. પરમાત્માને પામવા કવિ કહે છે કે આખી જિંદગી અર્થવિહોણા કાર્યમાં પસાર કરી દીધી. તોપના ધડાકા માટે જામગરીમાં એક ચિનગારી $-$ તણખો પૂરતો હોય છે. તેમ જીવનમાં પણ જ્ઞાનના પ્રકાશ માટે, આત્માના ઉધાર માટે પરમાત્મા તરફથી એક ચિનગારીની કવિની ઝંખના છે.
પરમાત્મા જ આકાશમાં ચાંદા અને સૂરજને પ્રકાશ આપે છે તો કવિ કહે છે કે શું મારા જીવનમાં નાનો અમથો પ્રકાશ ના આપે $?$ કવિની ધીરજ જાણે ખૂટવા માંડી છે. એટલે કવિ કહે છે કે ઠંડીમાં મારી કાયા થથરી.રહી છે જો નાની સગડી પ્રગટે તો ઠંડી દૂર થાય. એમ આ જીવનમાં વિપત્તિ$-$આપત્તિમાંથી ઉગરવા પરમાત્માના જ્ઞાનનો પ્રકાશ સહેજ ચિનગારી જેટલો જ જોઈએ છે. કવિની પરમાત્મા$-$ઈશ્વર તરફની અદમ્ય ઝંખના સુંદર રીતે વ્યક્ત થઈ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.