Question
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.

Answer

  • ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર કાર અને સ્તંભમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને કોષ્ટક રચના કહેવામાં આવે છે.
  • પ્રો. એલ. ઈ. કોનારના મતે કોષ્ટકરચના એટલે ‘‘સાંખ્યાકીય માહિતીને ક્રમબદ્ધ અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયા કે જેથી તેમાંથી સંશોધનના પ્રશ્ન ઉપર પૂરતો પ્રકાશ પાડી શકાય.”
કોષ્ટક રચનાના ઉપયોગો : 
  • કોષ્ટક દ્વારા વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે.
  • કોષ્ટકમાં સંબંધિત માહિતી પાસપાસે મૂકવામાં આવતી હોવાથી તેમની સરખામણી સરળતાથી કરી શકાય છે.
  • કોષ્ટકમાં સ્તંભ અને હારની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી શરતચૂકથી જો કોઈ ભૂલ રહી જવા પામી હોય, તો તે શોધી સરળતાથી સુધારી શકાય છે.
  • કોષ્ટકમાં માહિતીની ગોઠવણી આકર્ષક અને તાક્રિક રીતે થતી હોવાથી માહિતીના અભ્યાસ પ્રત્યે રસ પેદા થાય છે તેમજ માહિતી સરળતાથી યાદ રાખી શકાય છે.
  • કોષ્ટક-રચનાથી બિનજરૂરી તેમજ નકામી માહિતી દૂર કરી શકાય છે. તેથી માહિતીના અભ્યાસ માટેના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે.
  • કોષ્ટક-રચનાથી માહિતીનું પૃથક્કરણ કરવાનું સરળ બને છે. ઉપરાંત માહિતીને સળંગ સૂત્રથી સમજવાનું સરળ બની રહે છે.
  • કોષ્ટક દ્વારા માહિતી સંબંધિત કેટલીક બાબતો આપોઆપ સ્પષ્ટ થાય છે તેથી માહિતીની સમજ માટે જરૂરી નોંધ કે વિગતો આપવાની આવશ્યકતા રહેતી નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${ }^{n} \mathrm{P}_{\mathrm{r}} \div{ }^{n} \mathrm{C}_{\mathrm{r}}=24$ હોય તો $n$ ની કિંમત શોધો.
જો એક ગુણોત્તર$-$શ્રેણીમાં $\mathrm{T}_{n}=-1.44, \mathrm{S}_{n}=-2.79$ અને $r=2$ હોય ,તો $a$ અને $n$ ની કિંમત શોધો.
4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી,
(i) કોઈ પણ બે છોકરીઓ એકસાથે ન આવે ?
(ii) છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
$(\sqrt{3}+1)^6+(\sqrt{3}-1)^6$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
જો એક ગુણોત્તર-શ્રેણીમાં $T _n=-1.44, S_n=-2.79$ અને $r=2$ હોય, તો $a$ અને $n$ શોધો.
$f(x)=x+\frac{1}{x+1}$ માટે $f(-x)+f(x)$ ની કિંમત શોધો.
જો $f(x)=x^{2}-4 x+8$ હોય, તો $x$ ની કઈ કિમત માટે $f(2 x)=2 f(x)$ થાય $?$
બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવા માટેની રીત વર્ણવો.
મોબાઈલ ફોનની એક દુકાનમાં છેલ્લા 30 દિવસોમાં વેચાયેલા મોબાઇલ ફોનનું વિતરણ નીચે આપેલું છે. આ માહિતી પરથી દિવસ દીઠ વેચાયેલા મોબાઇલ ફોનની સંખ્યાનો સરેરાશ વિચલનાંક શોધો.  
ફોનની સંખ્યા 56789
દિવસોની સંખ્યા 181281
 
આગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.