Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અર્ધવાહક ધટકને બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે બેટરીને ઉલટાવતા પ્રવાહ શૂન્ય થાય છે, તો તે ધટક કયો હશે?
આપેલ એમ્પ્લિફાયરમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. $800 \,\Omega$ ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \;V$ છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક $0.96$ અને પરિપથનો ઇનપુટ અવરોધ $192 \,\Omega$ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?
ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે.