Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.
એક $2800 kg$ દળની ટ્રક $15 m/s $ ની ઝડપથી ગતિ કરે છે. તેના પર $500N$ જેટલું ઘર્ષણ પ્રતિબળ અને $1200 N$ જેટલું પુરોગામી બળ લાગે છે. તો $10 $ સેકન્ડમાં તેણે .......... $m$ અંતર કાપ્યું હશે.
સ્થિર સ્થિતિમાં રહેલું $3 \times {10^7}\,kg$ નું જહાજ પર $5 \times {10^4}\,N$ બળ લાગતા $3\;m$ અંતર કાપે છે. જો પાણી દ્વારા લાગતો અવરોધ નહિવત હોય તો જહાજની ઝડપ ........... $m/s$ થશે.
$m$ દળના એક બ્લોકને $M$ દળવાળા બીજા એક બ્લોક સાથે દળરહિત અને $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ વડે જોડેલો છે. બંને બ્લોકને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખેલા છે. શરૂઆતમાં બંને બ્લોક સ્થિર છે અને સ્પ્રિંગ તેની સામાન્ય સ્તિતિમાં છે. ત્યારબાદ બ્લોક $m$ ને અચળ બળ $F$ થી ખેંચવામાં આવે છે. તો બ્લોક $m$ પર લાગતું બળ શોધો.
$4 \,kg$ અને $6\, kg$ દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ $(g)$ ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે
હાઈડ્રોજન પરમાણુનું દળ $3.32 \times 10^{-27} kg$ છે. જો $2 \,cm^2$ ક્ષેત્રફળવાળી દિવાલ સાથે પ્રતિ સેકન્ડ $10^{23} $પરમાણુઓ દિવાલના લંબથી $45°$ એ અથડાઈને સ્થિતિ સ્થાપકીય રીતે $10^3\, m/s$ થી પરાવર્તન પામે છે. દિવાલ પર લાગતું દબાણ ....હશે. ($N/m^{2}$)
$50\,kg$ નો વાંદરો, $350\,N$ નું તણાવ $(T)$ સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે $4\,ms ^{-2}$ ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી $5\,ms ^{-2}$ ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :$\text { ( } g=10\,ms ^{-2})$ લો.